________________
૪૩૪
[ દશમી શતાબ્દિઃ છે કે પ્રાણીને ઘણી સ્ત્રીઓ પરણવાની આકાંક્ષા થતી અને તે સર્વ સ્ત્રીઓ પિતાને એકલાને જ વફાદાર રહે એવી તેની ઈચ્છા રહેતી, પિતાને પરિવાર વિનયી અને ચતુર થાય એવી ભાવના રહેતી, મહેલોમાં વસવાની હોંશ થતી, અનેક રત્ન ઘરમાં ભરેલાં હોવાના એ યુગના લાકે સ્વનાં સેવતા હતા, ઘરેણું ઘડાવવાના સંકલ્પ કરતા હતા, ચીનાઈ (રેશમી) અને સુતરાઉ વસ્ત્રોના ઢગલા વાંછતા હતા, મહેલની બહાર બગિચો કરાવવાનો વિચાર કરતા હતા અને ઘોડાના રથમાં (ઘેડાગાડીમાં) બેસી પિત ફરે અને પાળા આગળ પાછળ ચાલે અને બહુ તો પિત રાજા થાય–આ તે યુગનું મનોરાજ્ય હતું. એમાં સાહિત્ય કે અભ્યાસને સામાન્ય જનતામાં સ્થાન હોય એવું જણાતું નથી. (પીઠબંધ પૃ. ૬૫-૬૮) યુવાની કાયમ ટકે એવા પ્રયોગો કરવાને લોકે યત્ન કરતા હતા. (સદર. પૃ. દ૯). (b) સંસારસુખનો ખ્યાલ આ પ્રમાણેને જણાય છે –
અમે માંસ ખાઈએ છીએ, દારુ પીએ છીએ, બત્રીશ પ્રકારનાં ભજન અને તત્રીશ પ્રકારના શાક આરોગીએ છીએ, સુંદર સ્ત્રીઓ સાથે વિલાસ કરીએ છીએ, ઊજળાં મૂલ્યવાન વસ્ત્રો પહેરીએ છીએ. પંચ સુગધી યુક્ત પાન ચાવીએ છીએ, ફૂલની માળા ધારણ કરીએ છીએ, શરીર પર વિલેપન કરીએ છીએ, ધનને ઢગલે એકઠે કરીએ છીએ, મનને ગમે તેવી ચેષ્ટાઓ કરીએ છીએ, દુશ્મનની ગંધ પણ કહેતા નથી, અમારી કીર્તિને ચોતરફ ફેલાવીએ છીએ.” (પ્ર. ૭. પ્ર. ૭. પૃ. ૧૭૧૯)
પુત્રપ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા–
એ યુગમાં પુત્રપ્રાપ્તિ માટે ખૂબ ઈચ્છા થતી હશે એમ નીચેના પ્રસંગેથી જણાય છે.
() દેવી કાળપરિણતિ પિતાના પતિ કર્મ પરિણામને કહે છેઃ “આપની કૃપાથી હું સર્વ કલ્યાણ પ્રાપ્ત કરી ચૂકી છું, આ દુનિયામાં દેખવા લાયક સર્વ પદાર્થો આપની કૃપાથી હું જોઈ ચૂકી છું, માત્ર અત્યાર સુધી મેં પુત્રનું મુખ જોયું નથી એટલું બાકી છે, તેથી જે આપશ્રીની કૃપાથી મને એક પુત્ર થઈ જાય તે મારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org