________________
સાંસારિક મને રાજય ]
૪૩૩ કેઈ વખત દયાળુ બની જવું અને કઈ વખત નિર્દય બની જવું, કઈ વખત મેટા લડવૈયા બની જવું અને કોઈ વખત તદ્દન બીકણ બની જવું, કોઈ વખત મોટા દાનેશ્વરી બની જવું અને કોઈ વખત એકદમ કૃપણ બની જવું, કઈ વાર બગવૃત્તિ ધારણ કરી તદ્દન મન રહી જવું અને કોઈ વખત ચતુર વક્તા બની જવું, અને હમેશાં ક્ષીરસમુદ્ર જેવા ઊંડા, ગંભીર અને શાંત થઈ જવું, તેમજ એટલા ઊંડા થવું કે કઈ માણસ એ સમુદ્રને મધ્યભાગ કદી પામી શકે નહિ.” (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૭૧). | (y) ધનવાન પાસે ધન છે તે તેની પાસે શા માટે રહેવા દેવું જોઈએ? તેને તેના ઉપર શો હક્ક છે? એમની પાસેથી લક્ષ્મી પડાવી લેવી એમાં શું ખોટું છે? આવા સમાજવાદના વિચારે તે સમયે પણ હતા. (પ્ર. ૬. પ્ર. ૨. પૃ. ૧૪૭૪).
(w) જે પ્રાણુ કંટાળો પામે છે તેને ધન મળતું નથી, તેથી સમજુ માણસો કહે છે કે કોઈ પણ બાબતમાં કટાળવું નહિ એ જ ધન એકઠું કરવાને મૂળ ઉપાય છે. (પ્ર. ૬. પ્ર. ૮. પૃ. ૧૫૪૯)
(૪) જેનું પિતાના ઘરમાં બરાબર માન નથી હોતું અને જેને ઘરમાં પરાભવ થતો હોય છે તે બહાર પણ પરાભવ જ પામે છે. થો મૂતોડ પર થી મૂર્તિા (પ્ર. ૬. પ્ર. ૧૧. પૃ. ૧૫૭૪) | (y) જેણે બારીક અવેલેકન કરીને એક સંવત્સર (વર્ષ) જોયેલ હોય તેણે આખી દુનિયાની બરાબર અવેલેના કરી લીધી છે એમ સમજવું, કારણ કે દુનિયાના ભાવો ફરી ફરીને એવી ને એવી રીતે અન્યાન્ય સંબંધે બન્યા જ કરે છે. (પ્ર. ૬. પ્ર. ૧૬. પૃ. ૧૬૩૦)
(2) જે વસ્તુ નખથી છેદી શકાય તેવી હોય તેને ડાહ્યો માણસ કુહાડાથી છેદવી પડે તેટલી મોટી થવા દેતો નથી, તેને મૂળમાંથી જ ડાંભી દે છે. (પ્ર. ૭. પ્ર. ૧૧. પૃ. ૧૭૭૨)
સાંસારિક મનોરાજ્ય
(a) સાંસારિક પ્રાણુઓને શું શું મેળવવાની ઈચ્છા થતી હોય છે તેનું વર્ણન પીઠબંધ પૃ. ૬૫ માં આવે છે, તે પરથી જણાય
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org