________________
૪૩ર
[ દશમી શતાબ્દિક (૬) જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ-એ સત્વવૃદ્ધિના ઉપાય છે. (પ્ર. ૫. પ્ર. ૧ પૃ. ૧૧૬૦.).
(૪) એકાંત સ્થાનમાં ઢાંકણુ વગરનું દહીનું ભાજન પડેલું હોય તે સ્વાદલુબ્ધ કાગડે એને છોડીને બીજે કેમ જાય? તેમ રૂપાળી સુંદર સ્ત્રી એકલી પડેલી જણાય તો એના વિલાસી પુરુષો એને કેમ છેડે? (પ્ર. ૫. પ્ર. ૪. પૃ. ૧૧૭૩.)
(s) ડાહ્યો માણસ અવસર વગર કઈ પણ કામ કદી શરૂ કરતો નથી, કારણ કે નીતિ અને પુરુષત્વને અવસર જ બરાબર કામ સાધી શકે છે. (પ્ર. ૫. પ્ર. ૧૯. પૃ. ૧૩૦૬ )
(t) પ્રાણું ગમે તેટલાં શાસ્ત્રો જાણતા હોય પણ જે પોતાની અવસ્થા બરાબર સમજતો ન હોય તે જેમ આંધળા માણસની પાસે આરિસ ધરવામાં આવે તે નકામો થાય છે તેમ તેનું જ્ઞાન પણ નકામું થાય છે.
(u) ધનશેખર ધન કમાવા માટે પરદેશ જવા તૈયાર થાય છે ત્યારે તેના પિતા હરિશેખર તેને શિખામણ આપે છે તે દશમી શતાબ્દિને નીતિ અને વ્યવહારનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. આ ફકરો ખાસ લાક્ષણિક હોઈ દશમી શતાબ્દિને ચિતરે છે. “દીકરા! મેં તને સુખમાં ઉછેર્યો છે, તે પ્રકૃતિથી સીધી લાઈનને છે, દેશતર દૂર છે, રસ્તાઓ આડાઅવળા અને આકરા છે, લેકે વાંકા હૃદયવાળા હોય છે, સ્ત્રીઓ છેતરવાની કળામાં ઘણી કુશળ હોય - છે, નીચ અને દુર્જનો ઘણું હોય છે, સજ્જન માણસે ભાગ્યે જ મળી આવે છે, ધૂતારા લેકે અનેક પ્રકારના પ્રયોગે કરવામાં ચતુર હોય છે, વાણીઆઓ કપટી હોય છે, કરિયાણા વિગેરે વસ્તુઓનું રક્ષણ કરવામાં ઘણું મુશ્કેલી નડે છે, નવી જુવાની અનેક પ્રકારના વિકારેને કરનારી હોય છે, કાર્યોનાં પરિણામ દુઃખે જાણી શકાય તેવાં હોય છે, પાપ અથવા અકૃત્ય અનર્થને પસંદગી આપનારા હોય છે, ચાર અને લુચ્ચાઓ હેરાન કરનારા હોય છે, તેથી જ્યારે એવા પ્રસંગ આવે ત્યારે વખતને અનુસરીને કઈ વખત પંડિત બની જવું, કેઈવખત મૂર્ખ બની જવું, કેઈ વખત દાક્ષિણ્યવાળા થઈ જવું અને કઈ વખત તદ્દન કઠેર બની જવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org