________________
નીતિ-વ્યવહારના ખ્યાલ ]
૪૩૧ એવી હતી કે હેયબુદ્ધિએ પણ કારણસર અન્યને ગ્રહણ કરાય અને ત્યાગના અવસરની રાહ જોવાય. વર્તમાન વર્તનવિચારણાનિર્ણય અને આ નિર્ણયમાં ઘણે માટે આંતર છે તે નોંધવા જેવું છે.
(i) ચંડાળ સ્ત્રીને અસ્પૃશ્ય માનવામાં આવતી હતી અને તેની સાથે મેથુન સંબંધ કરી તે પર્યંવર્ગ માટે અત્યંત કનિષ્ઠ કામ ગણવામાં આવતું હતું. (૨, ૩. પ્ર. ૧૩ પૃ. ૪૯)
_(j) સાધુપુરુષ આત્મનિંદા, પરસ્તુતિ અને પિતાના પૂર્વ ચરિત્રનું વર્ણન ન કરે, પણ અતિ આગ્રહ અને ખાસ લાભનું કારણુ દેખે તે પોતાના પૂર્વ પશ્ચિમ સમયનું વર્ણન કરે. (પ્ર. ૪. પ્ર. ૬. પૃ. ૭૬૦ )
(k) સજન પુરૂષો વડીલના વાક્યનું કદી પણ ઉલ્લંઘન કરતા નથી. (. ૪. પ્ર. ૭ પૃ. ૭૭૯ )
(1) ગુરુની સ્તુતિ તેમની હાજરીમાં કરવી, મિત્ર અને સગાની સ્તતિ તેમની ગેરહાજરીમાં કરવી, નેકરની સ્તુતિ (પ્રશંસા) કામ થઈ રહ્યા પછી કરવી, પુત્રની સ્તુતિ (પ્રશંસા) ન કરવી અને સ્ત્રીની પ્રશંસા તો તેના મરણ પછી જ કરવી (મ. ૪. પ્ર. ૭. પૃ. ૭૮૩)
(m) હસવાનું ગમે તેવું કારણ પ્રાપ્ત થાય તે પણ ગંભીર ચિત્તવાળા મનુષ્ય તે માત્ર મૂછમાં જ હસે છે, મુખને જરા મલકાવે છે, ખડખડાટ હાસ્ય કદી કરતા નથી. (મ, ૪. પ્ર. ૧૫. પૃ. ૮૭૩)
(n) દારુની અસર તળે લાક્ષ રાજા પોતાના ભાઈ રિપુકંપનની સ્ત્રી ઉપર બળાત્કાર કરે છે એ વાત ખાસ વિચારવા યોગ્ય છે. પરાધીનપણું હોવા છતાં દારુની અસર નીચે આ વાત શક્ય હતી એ નેંધવા જેવું છે. (પ્ર. ૪. પ્ર. ૨૨ પૃ. ૯૪૧).
(૦) સારી આકૃતિ–સુંદર રૂપ હોય ત્યાં નિર્મળ ગુણે વાસ કરે છે. (પૃ. ૪. પ્ર. ૨૮. પૃ. ૧૦૦૭)
(p) જ્યાં મૃષાવાદ હોય છે ત્યાં ઘણે ભાગે માયા પણ સાથે જ હોય છે. (પ્ર. ૫ પ્ર. ૧. પૃ. ૧૧૪૪.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org