________________
લેઓનું સમૂહવર્તન :].
૨૫ તેમણે જે છે તે ખાસ નેંધ કરવા યોગ્ય છે. દારુ અને પરદારાને
સમુદાયમાં એ સદીમાં શું સ્થાન હતું એને આખો ચિતાર પ્ર. ૪. પ્ર. ૨૩ પૂરો પાડે છે.
(f) ગામ કે શહેરમાં આગ થાય ત્યારે લોકસમુદાય કેવું વર્તન કરે છે એ દશમી સદીને અંગે વાંચવા ગ્ય છે. તે સમયે બંબા નહોતા અને આગ ઓલવવાની પદ્ધતિસરની ટુકડીઓ નહોતી. આગને પ્રસંગે ચેતરફ ધૂમાડાના ગોટે-ગોટા નીકળવા લાગ્યા અને આગના ભડકા વધારે વધારે નીકળવા લાગ્યા; વાંસને કુટવાના અવાજે કડાકા અને ધડાકા ચોતરફ સંભળાવા લાગ્યા. આવા મોટા અવાજ સાંભળીને લોક જાગી ઉઠયા, ચારે તરફ કેળાહળ થઈ ગ, ધમાધમ થઈ રહી, છોકરાઓ આકંદ કરવા લાગ્યા, સ્ત્રીઓ હાંફળીફાંફળી અહીંતહીં દોડવા લાગી, આંધળા માણસે બુમરાણ કરવા લાગ્યા, પાંગળા લેકે ઊંચેથી રડવા લાગ્યા, કુતુહળી મશ્કરાઓ કિલકિલાટ કરવા લાગ્યા, ચાર લોકે ચેરી કરવા લાગ્યા, બધી વસ્તુઓ બળવા લાગી, કૃપણ લેકે વિલાપ કરવા લાગ્યા અને માતા વિનાના પુત્રની માફક આખું ગામ શરણુ રહિત નિરાધાર જેવું થઈ રહ્યું.”(પ્ર૭. પ્ર. ૨. ૫. ૧૬૫૮) આટલું વર્ણન તે સમયે થતી આગ જોઈ હોય તેનાથી જ લખાય. લોકેની ધમાધમ, અવ્યવસ્થિત દેવાદેડી અને સ્ત્રી બાળકોના આકંદ એ અત્યારે પણ નાના ગામમાં આગ થાય ત્યારે દેખાય છે. ચોર લોક ચેરી કરવાની તક સાધે છે એ મેટી આગે જોઈ હોય તે સમજી શકે તેવું છે.
(g) અત્યારે બજારમાં ગામગપાટા મારવામાં આવે છે તે જ પ્રકારે દશમી સદીમાં મારવામાં આવતા હશે એમ અગ્રહીતસંકેતાના કહેવા પરથી જણાય છે (પ્ર. ૨. પ્ર. ૪. પૃ. ૨૭૮). ખાસ કરીને રાજ્યના અને રાજકુટુંબની વાતો બજારમાં થતી હશે એમ સહજ અનુમાન થાય છે.
() કઈ કઈ કુળવાન સ્ત્રીઓ પતિને તજી દઈ પરપુરુષ સાથે રમણ કરતી હશે અને જે ગુરુના પ્રતાપથી પોતે ગુણુભાજન થયેલ હોય તેના જ તરફ શિષ્ય પ્રતિકુળ થઈ બેસતા હશે એમ મહામોહના વર્ણન પરથી માલુમ પડે છે. (પ્ર. ૩. પ્ર. ૪. પૃ. ૩૯૨)
૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org