________________
૨૪
[ દશમી શતાબ્દિક ચુંબન કરવું અને ઢંગધડા વગર અહીંતહીં દોડાદોડ કરવી, એમાં આનંદવિલાસ માનવામાં આવતો હતો. ( પૃષ્ઠ ૯૨૫ ). વસંત સમયમાં નગરના બહારના વિભાગો પૂર બહારમાં આવતા હતા એમ જણાય છે. (પૃ. ૯૨૭). આ પ્રસંગેમાં સ્ત્રીઓને અંગે વિલાસિની” શબ્દ વાપર્યો છે તે પિતાની પરણેલી સ્ત્રી માટે સમજ કે તેને વારવિલાસિની-નાયિકા સમજવી એનો નિર્ણય કરવો મુશ્કેલ લાગે છે, પરંતુ રાજાઓની સ્ત્રીઓ પણ એમાં ભાગ લે છે એ વાત આગળ જણાવે છે તે સર્વનો સંબંધ વિચારતાં કુળવાન વધૂઓ પણ એ આનંદમહોત્સવમાં ભાગ લેતી હતી એમ લાગે છે.
(d) પૃ. ૨૯ માં ઉપવનમાં લાક્ષ રાજા આવે છે ત્યારે શું થાય છે તે માટે એક ફકરે ઘણે સૂચક છે. ત્યાં જણાવે છે કે “ ત્યારપછી તે સમુદાયમાં કેઈ લોકો નાચે છે, કઈ કૂદે છે, કેઈ દેડે છે, કેઈ આનંદના અવાજે કરે છે, કઈ કટાક્ષ ફેકે છે, કેઈ આળેટે છે, કોઈ અરસ્પરસ મશ્કરી કરે છે, કેઈ ગાય છે, કેઈ વગાડે છે, કઈ હર્ષ પામે છે, કઈ મોટેથી બૂમ પાડે છે, કોઈ આનંદમાં આવી જઈ કાખલી કૂટે છે અને કઈ સેનાની પીચકારીઓ હાથમાં લઈ તેમાં સુખડકેશરમિશ્રિત જળ ભરીને અરસ્પરસ ફેંકે છે.” અત્યારે હોળીના સમયમાં જે હકીકત બને છે તે અસલના વખતમાં કેવા પ્રકારે બનતી હશે તેને આથી કાંઈક ખ્યાલ આવે છે.
(e) સદર બનાવ પછી લાક્ષ રાજા પિતાના ભાઈની વધુ રતિલલિતા પાસે નાચ કરાવે છે, મર્યાદાભંગ કરે છે અને ચંડિકાદેવીની મતિને ઉડાવી દે છે એ બનાવ અસાધારણ ગણુએ તે પણ એટલી હદ સુધીની મર્યાદાભંગની શક્યતા દશમી શતાબ્દિમાં હતી એમ તો લાગ્યા વગર રહે તેમ નથી. રાજા પિતાના નાના ભાઈ પર આધિપત્ય ભેગવતા જણાય છે, દેવીના મંદિરમાં પુષ્કળ દારુ પીવાય છે, નાચરંગ થાય છે અને દેવી પિતે પણ દારુ પીએ છે એ સર્વ હકીકત દશમી સદીની મનોદશા અને સમુદાયમાં લોકવર્તન બતાવે છે. આ સર્વ ભવચક્રનગરનાં કેતુકે છે. વર્તમાન કાળમાં પાશ્ચાત્ય દેશોના બેલ–નાચ જોતાં આપણને જે વિતર્કો થાય છે તેવા જ વિતર્કો ગ્રંથકર્તાને થયા જણાય છે અને અંતરંગ રાજ્યમાં મકરધ્વજ અને દેવી રતિને ખડા કરવાની જે જરૂરિયાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org