________________
હ૦.
[ દશમી શતાબ્દિ પાણીના છાંટણા જેમાંથી થઈ શકે તેવા પંખાદ્વારા પવન નાંખે, ઠંડા તાડછાના પંખાથી અંગ પર ઠંડક કરે, નાગરવેલના પાનની બીડીઓમાં કપૂર નાખી ખવરાવે અને ટાઢક
થાય તેવા અનેક પ્રયોગ કરે (પ્ર. ૩. પ્ર. ૨૪. પૃ. ૫૯). ૨૨. કઈ વાત ચાલતી હોય અને રસ્તા પરથી અવાજ આવે કે
ચાલો, એ કામ તે સિદ્ધ થયું –એ અચાનક વચન જાણે પિતા માટે બોલાયું હોય એમ માની કાર્યસિદ્ધિ જરૂર થઈ જવાની તે સમયે માન્યતા હતી. (પૃ. ૬૦૧ ) એ હકીકતને
પૃ. ૬૦૩ માં વધારે સ્પષ્ટ રીતે બતાવી છે. ૨૩. દશમી સદીમાં ગુલામની પ્રથા ચાલતી હશે એમ માનવાના
દાખલાઓ છે. નંદિવર્ધન એરોની પલ્લી પાસે આવ્યા ત્યારે તેને હષ્ટપુષ્ટ જાણું ચરેએ વિચાર કર્યો કે એને લઈને કઈ જગ્યાએ વેચવામાં આવશે તે એનું ઘણું મૂલ્ય આવશે.
(પ્ર. ૩. પ્ર. ૨૯ પૃ. ૬૪૧). ૨૪. તે સમયમાં દેશપરદેશના સમાચાર જાણવાનાં સાધન
અતિ ઓછાં હશે એમ જણાય છે. નંદિવર્ધન ખૂને કરી રાજ્યભ્રષ્ટ થયે તેના સમાચાર બહુ વખત સુધી તેના મામાના દીકરા કનકશેખરને પડતા નથી એ વાત ભારે નવાઈ જેવી છે. (પ્ર. ૩. પ્ર. ૨૯ પૃ. ૬૪૭) તેવી જ રીતે વિભાકર રાજાને પણ તેના સમાચાર મળેલ જણાતા નથી. (પૃ. ૬૪૩). રાજાનું બાતમીદાર ખાતું તે ઘણું મજબૂત હોવું જોઈએ, પણ તે યુગની સ્થિતિ આવી જણાય છે. એ જ પ્રમાણે શાલપુરના રાજા અરિદમનને પણ જયસ્થળ નગર ભાઠા થઈ જવાના અને પિતાના અધિકારીના પણ કાંઈ સમાચાર મહિનાઓ સુધી મળ્યા નથી તેથી તે કાળમાં અવરજવરનાં સાધનો ઘણુ અલ્પ હશે એમ ચોક્કસ
થાય છે. (પ્ર. ૩. પ્ર. ૩૧. પૃ. ૬૫૫). ૨૫. છોકરાને અભિનંદન આપવા સાથે તેના તરફ સ્નેહ બતાવવો હોય
ત્યારે માથું મુંધવાનો રિવાજ હતે. (પ્ર.સ.પ્ર.૨. પૃ.૭૨૩). ૨૬. ઘોડાની જાતે પૈકી બહલી દેશના,કંબોજ દેશના અને તુર્કસ્તાન
ના ઘોડાની જાતે ઊંચી ગણાતી. (. ૪. પ્ર. ૬.પુ. ૭૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org