________________
૪૧૮
[ દશમી શતાબ્દિ : 9. ધૂત ખેલનારના શા હાલ થાય છે તે માટે પૃ. ૯૭૦ પર કપ
તકનું દષ્ટાંત આપ્યું છે, પણ જુગટું કેમ રમાતું હતું તેનું વર્ણન આવતું નથી તેથી તે યુગની ઘૂતપદ્ધતિથી આપણે
અજાણ રહીએ છીએ. ૮. શિકાર ઘોડા પર સ્વારી કરીને હથિયારથી કરવાને રિવાજ
જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૨૬ પૃ. ૯૭૩) ૯. રાજ્યવિરુદ્ધ જૂઠી વાતો ફેલાવનારના ગળામાં ગરમ શીશુ રેડ
વાનો રિવાજ હતા. આ તદન કઠેર પ્રકારની સજા છે.
(પ્ર. ૪. પ્ર. ૨૬. પૃ. ૯૭૭). ૧૦. ભિખારીને શેરીના છોકરાઓ ખૂબ ચોડવતા હોય એમ જણાય
છે. (પીઠબંધ પૃ. ૧૬ ) ૧૧. ધનવાને પોતાના ધનના રક્ષણના બચાવ માટે ધનને જમીનમાં
ગુપ્ત રીતે દાટતા હતા એમ જણાય છે. (પીઠબંધ પૃ. ૭૭) ૧૨. ગુરુમહારાજા શ્રાવકને દરરોજ ઉપાશ્રયે આવવાને નિયમ કરા
વતા હતા એમ જણાય છે. (પીઠબંધ ૧૩૩) ૧૩. રીંગણ અને ભેંસનું દહીં વધારે ખાધાં હોય તે ઊંઘ બહુ
આવે છે એવી માન્યતા તે સમયમાં હતી. (પીઠબંધ પૃ. ૧૭૪) ૧૪. ચોરને ફાંસી દેવા માટે લઈ જવામાં આવે ત્યારે તેના આખા
શરીર પર રાખ ચોળવામાં આવતી, તેની ચામડી પર ગેરુના હાથા પાડવામાં આવતા, ઘાસની રાખથી તેના શરીર પર કાળા ચાંદલા કરવામાં આવતા, ગળામાં કણેરના બાડકાની માળા પહેરાવવામાં આવતી, છાતી પર રામપાત્રની માળા પહેરાવવામાં આવતી, ફૂટેલી ઠીબનું માથા પર છત્ર કરવામાં આવતું, ગળાની એક બાજુ પર ચોરીનો માલ લટકાવવામાં આવતો અને તેને ગધેડા પર સ્વારી કરાવવામાં આવતી હતી, એમ સંસારીજીવરૂપ ચારને વધસ્થાનકે લઈ જવામાં આવતું હતું તે વખતે કરેલા તેના વર્ણન પરથી જણાય છે. (જુઓ છે. ૨. પ્ર. ૬. પૃ. ૨૯–૮). લગભગ આને મળતું જ વર્ણન બાળને ફાંસી દેવામાં આવે છે ત્યાં પણ આવે છે. (જુઓ..૩.પ્ર. ૧૦.પૃ.૪૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org