________________
૪૧૪
[ દશમી શતાબ્દિ છે નંદિવર્ધનના જન્મપ્રસંગે મોટાં દાન આપવાને, કેદખાનામાંથી કેદીઓને છોડી દેવાને, નગરદેવતાનું પૂજન કરવાને, દુકાને અને બારણે તારણો લટકાવવાને, મોટા રસ્તાઓ ઉપર સુગંધી જળને છંટકાવ કરવાને, વાજિત્રે વગાડવા, સ્ત્રીઓને ગીત ગાવાને, અને કંચુકી વામન કુબડાઓને નાચવાનો રિવાજ ત્યાં સેંધાયેલો છે (પ્ર. ૩. પ્ર. ૧પૃ. ૩૪૫). અને એને મળતું જ વર્ણન ગુણધારણના જન્મની નોંધમાં જોવામાં આવે છે. (પ્ર. ૮. પ્ર. ૧. પૃ. ૧૮૫૫).
શેઠીઆઓને ત્યાં પુત્રજન્મ થાય ત્યારે પણ પૂજા, ભક્તિ, દાન આપવાને અને મહોત્સવ કરવાનો રિવાજ હતા તે માટે વામદેવ જન્મમહોત્સવ વર્ણવ્યો છે. (પ્ર. ૫. પ્ર. ૧. પૃ. ૧૧૪ર). તવું જ વર્ણન ધનશેખરના જન્મનું આવે છે. (પ્ર. ૬. પ્ર. ૧. પૃ. ૧૪૬૭). ઘનવાનના જન્મ અવસરે પણ એવા જ મોટા મહોત્સવ કરવામાં આવ્યા હતા એમ નેંધાયેલું છે. એના રસીલા વર્ણન માટે જુઓ, પ્ર. ૭. પ્ર. ૧. પૃ. ૧૬૪૬.
(e) બે મિત્રે ઘણું વખતે મળે ત્યારે ખૂબ હળે મળે છે અને આનંદમાં નાચ અને ગાયને થાય છે. ઢોલ તાંસા વગડાવવામાં આવે છે અને કુટુંબના માણસેને સારું લેજના આપવામાં આવે છે. અત્યારે એવા પ્રસંગે મજલસ કરવામાં આવે છે તેની સાથે સરખાવવા ગ્ય આ રિવાજ જણાય છે. (પ્ર. ૪. પ્ર. ૨૬, પૃ. ૯૭૯)
(f) પુત્રી જન્મ વખતે વધામણું આપવાને તે એક જ પ્રસંગ નોંધાયેલ છે. તે વિદ્યાધરને છે. (પ્ર. ૮. પ્ર. ૨. પૃ. ૧૮૬૨.) છોકરીને જન્મ ઉજવવાનો આ પ્રસંગ અભિનવ ગણાય, કારણ કે તે વખતે છેકરીનું મૂલ્ય બહુ અલપ હતું. પુત્રજન્મ મહોત્સવનું સુંદર વર્ણન અનુસુંદરના જન્મપ્રસંગે છેવટે કર્યું છે. તે લગભગ ઉપરના મહોત્સવને મળતું જ છે, પણ વધારે લાક્ષણિક છે. (પ્ર. ૮. પ્ર. ૧૨. પૃ. ૧૯૭૫)
(૪) દીક્ષા આપતી વખતે સાંસારિક નામ હેાય તે ફેરવવામાં આવતું. (નોટ પૃ. ૨૦૫ પીઠબંધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org