________________
૪૧૨
[ દશમી શતાબ્દિક તે યવનરાજ વંગરાજ સાથેના નંદિવર્ધનના યુદ્ધથી જણાય છે. (૫, ૩. પ્ર. ૨૬ )
લડાઈના મેદાનમાં સ્ત્રીઓ જતી હોય એમ લાગતું નથી. શ્રેષગજેન્દ્ર અને અવિક્તિા (પ્ર, ૪. પ્ર. ૮. પૃ. ૭૯૮ માં) વાત કરે છે ત્યાં દ્રષગજેન્દ્ર પિતાની પત્નીને ભારે શરીરે (ગર્ભાધાનકાળમાં) લડાઈના મેદાનમાં આવવા ના કહે છે, છતાં ચાલતી લડાઈમાં સ્ત્રીઓ સાથે હોય તેવો એક પણ દાખલો વ્યવહારુ દુનિયામાં ચાલતો હોય તેવું ગ્રંથમાં બતાવ્યું નથી. લડવાનું કામ પુરુ જ કરતા હતા એમ લગભગ સાર્વત્રિક હકીક્ત જણાય છે.
રાજાઓ બાતમીદારે ખૂબ રાખતા જણાય છે. એના જાસુસી ખાતાના માણસો વિવિધ દેશની ભાષાઓ, વેશ, વર્ણસ્વરભેદ અને વિજ્ઞાન જાણતા અને રાજાની ખાનગી મંડળીમાં વાત થાય તેને ભેદ સામેના રાજાને મળી જતો હતો. તપન ચક્રવર્તી પાસે રિપદારના મંત્રીઓ પહોંચ્યા તે પહેલા તેની સર્વ વાત ચક્રવતી પાસે પહોંચી ગઈ હતી. (પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૧)
લશ્કર ચાર પ્રકારનું અનેક પ્રસંગે વર્ણવ્યું છે. રથ, હાથી, પાયદળ અને અશ્વ (પ્ર. ૬. પ્ર. ૧૦. પૃ. ૧૫૬૦).
લશ્કરીખાતાના ઉપરીને સેનાનાયક કહેવામાં આવતે જ્યારે મંત્રીનો હોદ્દો અલગ હતું અને રાજા મંત્રીની સલાહ ઉપર ખૂબ ધ્યાન આપતા હતા. (૫. ૬. પ્ર. ૧૦. પૃ. ૧૫૬૧)
લડાઈ વખતે ઘંઘાટ ખૂબ થતું હશે એમ જણાય છે, સેનાનીએ લડતાં લડતાં સિંહનાદ કરતા હતા, મેટેથી તાડુકા કરતા હતા અને જબરા અવાજથી આકાશને ગજાવી મૂકતા હતા. (૫, ૮ પ્ર. ૩. પૃ. ૧૮૭૮) સામું લશ્કર હારી જાય એટલે પછી એના મકાને-મંડપ તેડી પાડવાને તે વખતે રિવાજ જણાય છે (પ્ર. ૮. પ્ર. ૯, પૃ. ૧૯૪૭).
સાંસારિક રિવાજો
સાંસારિક રિવાજે સંબંધી દશમી શતાબ્દિની સ્થિતિને અંગે આ ગ્રંથ ઘણું અજવાળું પાડે છે. આપણે તેના થોડાક દાખલાઓ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org