________________
યુદ્ધની ભૂમિકા : ]
૪૧૧
આવે છે ( પૃ. ૫૮૫ ). આ યુદ્ધમાં તરવારની પટ્ટામાજી દેખાય છે. દુશ્મન તરફ દાનાઈ બતાવવામાં આવતી હતી, એ કનકશેખરના વન પરથી જણાય છે. ( પૃ. ૫૮૬ )
યુદ્ધની ભૂમિકા તા ઉપરનાં લાક્ષણિક ચિત્રામાંથી જ સાંપડે છે. આગળ ચાલતાં આઠમા પ્રસ્તાવમાં માહરાજાનાં સર્વ સ્થાને ભાંગી નાખવામાં આવે છે તે આંતરસૃષ્ટિમાં ભીષણ યુદ્ધ અતાવે છે ( પ્ર. ૮. પ્ર. ૯ ); પણ એને યુદ્ધ ભાગ્યે જ કહી શકાય. દશમી શતાબ્દિ સુધીમાં તીર અને શસ્ત્ર અસ્રનુ જ યુદ્ધ જણાય છે, એમાં રથ, હાથી અને ઘેાડાના ઉપયાગ મુખ્યત્વે કરીને થાય છે. લડનારના શારીરિક બળ ઉપર ઘણા આધાર રહે છે અને રાજા–સરદારના હુકમને આધીન આખું સૈન્ય રહે છે. લગભગ મહાભારતનાં સમયથી જે યુદ્ધપ્રણાલિકા ચાલી આવતી હતી ત જ એમાં દેખાય છે. ત્યાં સુધી દાગાળાના ઉપયેગ માલૂમ પડતા નથી અને સ યુદ્ધ જમીન પર જ થતાં હાય એમ જણાય છે. યુદ્ધની ભૂમિ મેદાન અથવા કિલ્લાબંદી-અન્ન પ્રકારની જણાય છે.
પ્ર. ૫. પ્ર ૩ માં આકાશમાં યુદ્ધની હકીકત આવ છે. એ પુરુષા લડતાં લડતાં આકાશમાં ઊડે છે( પૃ. ૧૧૬૫ ). આ યુદ્ધ વિદ્યાધરાનુ હતુ એટલે અત્યારના લેાકાની અક્કલમાં ઉતરે તેવું ન હેાઇ વધારે ચર્ચાને પાત્ર નથી, પણ એના અ ંતરંગમાં અત્યારે દારડાની કળા (ope Triok) સંબંધી જે ચર્ચા ચાલી રહી છે તેથી જરા ખ્યાલ કરવા ચેાગ્ય છે. એ આકાશના યુદ્ધને વર્તમાનકાળના હવાઈ યુદ્ધ સાથે કાઇ પ્રકારના સબંધ નથી. વિદ્યા, મ ંત્ર કે ચમત્કાર એ આસ્થાના વિષય છે, પણ દશમી શતાબ્દિમાં એવા યુદ્ધની શકયતા ગણવામાં આવી છે તટલા પૂરતી એ હકીકત નાંધી લેવા લાયક છે.
નીચેના હથિયારોનાં નામ આ ગ્રંથમાં મળે છે.
શક્તિ, તરવાર, ભાલા, તીર, અર્ધ ચંદ્ર બાણુ, અગ્ન્યા, ચક્ર, અસિ ( તરવાર ), તૂણીર ( ભાથાં ), કુન્ત (ખછી ), નારાચ ( લેઢાનાં ખાણા ), પ્રાસ, ધનુષ, દંડ, ગદા, શૂળ, (૫, ૮. પ્ર. ૩. પૃ. ૧૮૭૮ ) સર્વોસ, વારુણાસ, ગારુડામ (પ્ર. ૩. પ્ર. ૨૩. પૃ. ૫૮૫–૧ ). યવનાનાં આક્રમણ દશમી શતાબ્દિમાં થવા લાગ્યાં હતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org