________________
૪૧૦
( દશમી શતાબ્દિ ? ભડકે થશે; છતાં પ્રવેગ કરી જે એમ ઠર્યું. ચારિત્રરાજને દૂત મોહરાજાની સભામાં ગયો. (પૃ. ૧૩૧૫).
તે મહામહની રાજધાનીમાં જઈને સંદેશો આપ્યો. એ સાહસિક હતા, છતાં એણે શાંતિથી વાત ચલાવી અને અરસ્પરસ પ્રેમ વધે તેવી રીતે કામ લેવા સૂચના કરી, પણ તનાં વચન સાંભલીન મહરાજના સેનાનીઓ લાલપીળા થઈ ગયા અને સર્વ હાકાશ પાડી બેલવા મંડી ગયા, દ્વતનું અનેક પ્રકારે અપમાન કરી એનતેઓએ બહાર કાઢો અને લડાઈનું કહેણ મોકલ્યું. (પૃ. ૧૩૧૫)
આ આખા પ્રસંગ પરથી અસલ સીલની પદ્ધતિએ રાજ્ય ચાલતું હતું, લશ્કરી માણસ ઉપર મુત્સદ્દીઓને દર ચાલને હતા, રાજાના સલાહકારે બળાબળની બરાબર ગણતરી કરતા હતા, હતનું શરીર પવિત્ર માનવામાં આવતું હતું છતાં તનું અપમાન કરવાથી લશ્કરી માણસે બહુધા આવેશમય હતા એમ જણાય છે.
ત્યાર પછી વાંચનારને વિસ્મય કરે તેવું યુદ્ધ થાય છે. તેમાં જે વર્ણન આપવામાં આવ્યું છે તે વિચારતાં શસ્ત્ર અને અસ્ત્રોની ફેંકાફેંક, હાથી અને રથની ધમાલ, જોડેસ્વાર, પગવાળા અને શબ્દને મેટા રવ-અટલે દશમા સૈકામાં યુદ્ધ કેવું થતું હશે તેને ખ્યાલ આવે છે.
યુદ્ધના અન્ય પ્રસંગે આ ગ્રંથમાં અનેક આવે છે તે ઉપરથી પણ દશમી શતાબ્દિમાં યુદ્ધ કેવી રીતે થતું હશે તેને ખ્યાલ આવે છે. (પ્ર. ૩. પ્ર. ૨૬ માં નંદિવર્ધનનું લંગરાજ સાથેનું યુદ્ધ વર્ણવ્યું છે. પૃ. ૬૨૦–૧ ) એ જ પ્રસ્તાવમાં અંબરીષ બહારવટીઆનું યુદ્ધ છે. ૨ ક. ૨૨ માં વર્ણવ્યું છે. ત્યાં તીરથી લડાઈ થાય છે તેમાં પણ તત્સમયની લડાઈને થાડો ખ્યાલ આવે છે. સર્વથી મોટું યુદ્ધ એ પ્રસ્તાવના પ્ર. ૨૩ માં વિભાકર સાથેનું માલુમ પડે છે. એમાં વ્યુહરચના પણ બતાવી છે. (પૃ. ૫૮૪). લડાઈના વર્ણનમાં રાડે, હાથી, રથ અને ઘોડાની ધમાલ અને તીર તથા કેળાહળનું જ વર્ણન માલૂમ પડે છે. મહારથીઓનું યુદ્ધ હાથોહાથનું પણ હોય છે. સરદાર પડે એટલે એના આખા લશ્કરમાં ભંગાણ પડે છે, એ સમરસેન પડવાનાં પરિણામમાં દેખાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org