SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધની ભૂમિકા : ] રાજનીતિના પાંચ અંગ બતાવવામાં આવ્યા છે. ઉપાય (સામ, દામ, દંડ, ભેદ અને ઉપેક્ષા), દેશકાળ વિભાગ, પુરુષ અને દ્રવ્ય, આપત્તિને ઉપાય, કાર્યસિદ્ધિ. (પૃ. ૧૩૦૮.) રાજ્યસત્તાને અંગે ત્રણ પ્રકારની શક્તિ ધ્યાનમાં રાખવી: ઉત્સાહશક્તિ પ્રભુશક્તિ અને મંત્રશક્તિ. (પૃ. ૧૩૦૮–૯). ત્રણ ઉદય, ત્રણ સિદ્ધિ બતાવીને પછી સામ, દામ, દંડ અને ભેદ એમ ચાર પ્રકારની નીતિનું વર્ણન કરવામાં આવ્યું છે. (પૃ. ૧૩૦૯) રાજાએ ચાર પ્રકારની વિદ્યાઓ જાણવી જોઈએ. ત્યારપછી સધ મંત્રી બહુ વ્યવહારુ વાત કરે છે. એ રાજનીતિના અભ્યાસીએ ખાસ ધ્યાનમાં લેવા ગ્ય છે. તે જણાવે છે કે “પ્રાણું ગમે તેટલાં શાસ્ત્રો જાણુતે હોય, પણ જે તે પિતાની અવસ્થા બરાબર સમજતું ન હોય તો આંધળા માણસની પાસે ધરવામાં આવેલ આરિસો નકામો થાય છે તેમ તેનું જ્ઞાન પણ નકામું થાય છે. ન સાધી શકાય તેવી બાબત મેળવવા માટે જે પ્રાણ પ્રવૃત્તિ કરે છે, તેને અંગે યોગ્ય વિવેક રાખતા નથી તેની લેકેમાં હાંસી થાય છે અને પોતે મૂળથી નાશ પામે છે.” આ સર્વ પ્રસ્તાવના કરી સબેધ મંત્રી કમાલ કામ કરે છે. એ જણાવે છે કે આ આખી બાબતને વરરાજા તો સંસારી જીવ છે, આખી ચિત્તવૃત્તિ અટવીને રાજા એ છે અને એ તો ચારિત્રધર્મરાજને ઓળખતે પણ નથી, એને પક્ષપાત મહામહ-દુશમન રાજા તરફ છે, એ આપણને બરાબર ઓળખે ત્યાં સુધી કાંઈપણ કરવું નકામું છે, હાલ તે રાહ જોવી અને જરા પાછા હઠી વધારે જેર મેળવવું ઉચિત છે. એ પ્રમાણે કહીને વખત લંબાવવાની અને અનુકૂળ સમયની રાહ જોવાની એ સલાહ આપે છે, છતાં લશ્કરી સેનાપતિ છેવટે દૂત મોકલવાની સૂચના કરે છે. તેના જવાબમાં સાધમંત્રી જણાવે છે કે સામી બાજુ ઉશ્કેરાયેલી હોય ત્યારે દૂત મોકલવો એ ગરમ તેલમાં પાણી રેડવા બરાબર છે, એથી તે ઊલટે પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy