________________
૪૦૮
(દશમી શતાબ્દિક તદ્દન જુદી હતી. થોડા પ્રસંગે જેઈ જઈએ એટલે એની વિશિષ્ટતા ખ્યાલમાં આવશે.
મેહરાય અને ચારિત્રરાજનું યુદ્ધ પ્રસ્તાવ ૫, પ્રકરણ ૧૯ માં આવે છે. આ પ્રથમ યુદ્ધ છે. ચારિત્રરાજને સંયમ નામને સુભટ દુશ્મનથી ખૂબ ઘવાય છે. એને ચારિત્રધર્મરાજની રાજસભામાં લાવવામાં આવે છે. સભામાં પિતાના સુભટને માર પડેલ
મેટો ખળભળાટ થાય છે અને કેાઈ હકારા કરવા માંડે છે, કઈ તરવાર પર હાથ નાખે છે અને આખું સભાસ્થાન ઉગ્ર બની જાય છે. મહારાજા ચારિત્રરાજના ઈશારાથી સર્વ શાંત થઈ જાય છે. પછી પ્રથમ નાના રાજાએ પોતાના વિચારો બતાવે છે અને દુશ્મનને જડમૂળથી ઉખેડી નાખવાની સલાહ આપે છે. એ સર્વે રાજાઓને મત જાણી મહારાજની કોસીલ બેસે છે અને ખાનગીમાં મંત્રણા શરૂ કરે છે. કેસીલ હેલમાં ગયા ત્યારે લશ્કરી સેનાધિપતિ સમ્યગદર્શન અને દિવાની મુખ્ય સચિવ સદ્દબોધની સલાહમાં ભારે મોટો તફાવત પડે છે. લશ્કરી સમ્યગુદર્શન તે એક ઘાના બે કટકા કરવાની વાત કરે છે. એ કહે છે “શત્રુ તરફથી આવો અસહ્ય ગુન્હો થયા પછી સ્વમાનવાળો કેમ બેસી રહે?” એણે શત્રુનું અપમાન સહન કરી જનારને તરબલાને તાલે ગણાવ્યા, એવા જીવતર કરતા મરણને વધારે સારું બતાવ્યું અને શત્રુને હઠાવી રાજ્યને નિષ્ફટક બનાવવાની સલાહ આપી. પછી સાચા મુત્સદી સોધને વારે આવ્યો. એ કદી આવેશમાં આવે તેવો નહોતે. એ ગણતરીબાજ અને વિચારશીલ હતું અને એ લાંબી નજરે પરિણામને કલ્પી શકે તે હતો. એણે સેન્યાધિપતિ તરફ ખૂબ માન બતાવ્યું, એના સ્વામીભક્તપણાની પ્રશંસા કરી અને પછી મર્યાદિત શબ્દમાં સલાહ આપી કે સમજુ માણસ અવસર વગર કેઈપણ કાર્ય કદી શરૂ કરતા નથી. (પૃ. ૧૩૦૬).
ત્યારપછી એ રાજનીતિના છ ગુણે ગણાવે છે: સ્થાન, યાન, સંધિ, વિગ્રહ, સંશય અને ટૂંધીભાવ. આ છ ગુણાની વિગત પૃ. ૧૩૦૬-૭ માંથી જાણવા ગ્ય છે. એમાં લશ્કરની વ્યુહરચના વિગેરે અનેક ઉપયોગી બાબતોનો સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org