________________
યુદ્ધની ભૂમિકા : ]
૪૦૭ તે. એકપત્નીત્વને અભાવ. આ કારણની શરૂઆત ઘણું વખતથી ચાલી આવી જાય છે, પણ એનાં ભયંકર પરિણામે આખે ઈતિહાસ વિચારતાં જણાયા વગર રહેતાં નથી. એનાથી અનેક રાજાઓના પ્રાણ ગયા છે, અનેક નિરપરાધી બાળકનાં મરણ થયાં છે અને અનેક રાજ્ય નષ્ટભ્રષ્ટ થયાં છે. મેવાડના સાંગા જેવા મહાપરાક્રમી રજપૂતાનાં રાજ્યમાં આ બહુવિવાહથી નાશના ગણેશ મંડાયા હતા. (૨) મદ્યપાન, રજપૂતની ક્ષતિનું બીજું કારણ દારુ-મદ્યપાન. મેગાસ્થનિસ લખે છે કે ભારતના લોકે યજ્ઞયાગ સિવાય દારુનો ઉપયોગ કરતા નહિ (ઈ. એન્ટિકવરી. પુ. ૬. પૃ. ૧૩૧) પૂર્વકાળમાં કઈ વખત લડાઈ પ્રસંગે મદ્યપાન કરવાને રિવાજ હતા, છતાં એમાં વધારો થતા ગયા અને બળ, વીર્ય, શૌર્ય અને સાહસનું ભક્ષણ કરનાર એ દેત્યના પંજામાં રજપૂતા વધારે વધારે સપડાતા ગયા.
છેવટે શ્રીયુત ઓઝા જણાવે છે કે (પૃ. ૮૧) “સારાંશ એ છે કે સ્વાર્થપરાયણતા, અવિદ્યા, આળસ, બહુવિવાહ, મદ્યપાન, પરસ્પરમાં ફાટફૂટ અને શ્રેષને કારણે છેવટે આખી રજપૂત જાતિનું એકલક્ષ્ય ન રહેવાથી રજપૂતા નિર્બળ થતા ગયા.”
ઉપરની સર્વ સ્થિતિ દશમી શતાબ્દિ પછી થઈ, પણ એની શરૂઆત પ્રસ્તુત સમયમાં થઈ ગઈ હતી.
દશમી શતાબ્દિના રિવાજો વિગેરે (ગ્રંથમાંથી તારણ)
દશમી શતાબ્દિના સામાજિક રિવાજો સંબધી અન્યત્ર ઉપલબ્ધ હકીક્ત આપણે જોઈ ગયા. હવે બૂદ ઉપમિતિભવપ્રપંચ કથામાંથી કેટલીક હકીકત સાંપડે છે તે વિચારી લઈએ. યુદ્ધની ભૂમિકા –
ઉપમિતિ ગ્રંથમાં યુદ્ધની અનેક ભૂમિકાઓ જુદે જુદે પ્રસંગે ચિતરી છે તે પ્રસંગે પરથી યુદ્ધનીતિ અને રીતિ પર ઘણે પ્રકાશ પડે છે. તે સર્વથી વધારે ધ્યાન ખેંચનાર એટલા માટે છે કે લડાઈની વર્તમાન પદ્ધતિ તદ્દન જુદી છે અને દશમી સદીની રીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org