________________
સ્વદેશભક્તિ અને સ્વામીધ : ]
૪૫
દાખલાઓ માજીદ છે. એવી જ રીતે પાતાનુ સતીત્વ જાળવવા માટે હજારા રજપૂત મહિલાઓએ નિર્ભયપણે જોહરની ધગધગતી આગમાં બળીને ભસ્મસાત થવાના અનેક પ્રસંગે જાણીતા છે. પડદાના રિવાજ આ શતાબ્દિએમાં મધ્યકાળના જેવા નહાતા. ધર્માત્સવ, શિકાર અને યુદ્ધ વખતે રાણીએ રાજાની સાથે રહેતી હતી અને રાજ્યાભિષેક વખતે પતિની સાથે ભરદરખારમાં રાણી બેસતી હતી. મુસલમાની સમયમાં દેખાદેખીથી સખ્ત પડદાના રિવાજ વધતા ગયા અને એના અનુકરણથી રાજદ્વારી પુરુષામાં અને ધનાઢ્ય વૈશ્યામાં એ રિવાજ વધતા ચાલ્યા.
સ્વદેશભક્તિ અને સ્વામીધ—
સર્વ રજપૂતામાં સ્વદેશભક્તિ અને સ્વામીધર્મ પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે. રજપૂતાનાના ઈતિહાસમાં એવાં સેંકડા ઉદ્યાહરણા મળે છે કે જેમાં પેાતાના સ્વામીને સાથ દેવામાં અને દેશની રક્ષામાં હારા લાખા રજપૂતાએ પેાતાના પ્રાણાની આહુતિ આપી હાય. પાતાના માલેકસ્વામીના સામનેા કરનાર અથવા તેની સાથે છળકપટ કરનારનાં માથાં ઉપર હરામખારીનું આકરું કલંક લગાડવામાં આવતુ હતુ અને એ કલંક સમસ્ત રજપૂતાનામાં મેાટી ગાળ સમાન અથવા આકરી એમ સમાન ગણુવામાં આવતું હતું. ( સ્વદેશની ભાવના તે વખતે વિશેષત: પ્રાંતિક હાય એમ જણાય છે. ) રાજાએ પાતાના સામતા તરફ ખૂબ પ્રેમ રાખતા હતા અને માનમર્યાદા જાળવતા હતા. આથી સ્વામી–સેવકના સંબંધ પ્રેમપૂર્ણ હાઇ, પરસ્પર દેઢ બ ધન રહેતું હતું અને સેવાથી એને પુષ્ટિ મળતી હતી. દશમી શતાબ્દિ સુધી તા આ સ્થિતિ કાયમ રહી. ત્યારપછી એ પ્રથા શિથિલ થતી ચાલી અને મુસ્લીમ બાદશાહેાની ભેદનીતિથી પરસ્પરના સંબ`ધ ઢીલેા થતાં અને પ્રેમ–શ્રદ્ધા-ભક્તિ અને વિશ્વાસના પૂલ તૂટી જતાં અવ્યવસ્થા ચાલી અને રાજ્યામાં ભંગાણ પડ્યાં. ત્યારપછી રાજાએ પણ સમયાનુકૂળ પેાતાના સ્વાર્થ સાધવા લાગ્યા અને રાજ્યની છત્રછાયામાંથી છૂટી ખુલ્લી રીતે સ્વતંત્ર થવાની ચેષ્ટા કરવા લાગ્યા. નીતિશાસ્ત્રોમાં રાજ્યને એક શરીર ગણીને રાજા, અમાત્ય, પ્રજા અને સામંતગણુને તેનાં અંગ તરીકે કલ્પવામાં આવ્યાં છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org