________________
४०४
[ દશમી શતાબ્દિ : રાયસંબંધ–
શ્રીયુત ઓઝા આ નવમી દશમી શતાબ્દિ સંબંધી વિવેચન કરતાં સદર “રાજપૂતાનેકો ઇતિહાસ, પ્રથમ ભાગ”માં આગળ પૃ. ૭૫ ઉપર જણાવે છે કે “ પ્રાચીન કાળથી ભારતમાં અનેક નાનાં મોટાં રાજ્ય વિદ્યમાન હતાં અને તે રાજ્યો અંદર અંદર લડાઈ ઝગડા કર્યા કરતા હતા, પણ એમાં એક વાત એ જરૂર હતી કે કઈ રાજા પિતાનું બળ વધારી દઈ બીજા રાજા ઉપર વિજય મેળવતો તે પણ તે પરાજિત રાજાનું રાજ્ય છીનવી લેતે નહિ, તેની અત્યંતર સ્વતંત્રતામાં અડચણ નાખતો નહિ, માત્ર વિજયચિહ્ન તરીકે તેની પાસેથી કાં તો ખંડણી નિયત કરતો અથવા ભેટ લેતો. એ ઉપરાંત પ્રાચીન રાજ્યો પરસ્પરના વૈર મટાડવા માટે કન્યાની આપલે કરવાનો રિવાજ પણ રાખતા હતા. રજપૂતેમાં પ્રાચીન સમયથી અત્યાર સુધી એક રીત ચાલી આવે છે કે ભિન્ન વંશના રાજા સાથેનો વિરોધ પોતાની દીકરીને વિવાહ સંબંધમાં આપીને શમાવવામાં આવતો હતો અને એક જ વંશના રાજાઓ વચ્ચે વિરોધ થયેલ હોય અફીણ પીવરાવવાથી (કસુંબા કાઢવાથી) વિરોધ દૂર થતો હતો. ઇતિહાસમાં આવા અનેક દાખલાઓ મોજુદ છે. રાજ્યો વચ્ચે અંદર અંદરની લડાઈઓ ચાલુ રહેતી ત્યારે પણ જે બહાર કે શત્રુ રાજ્ય પર આક્રમણ કરતા અથવા દેશ પર હુમલો કરે ત્યારે નાનાં મોટાં સર્વ રાજ્ય મળી જઈને તેવા પરદેશી હુમલાને સામને કરતા હતા. આગળના જમાનાનું આ સંગઠન જ્યારે રદ થયું ત્યારે પરદેશીઓ આ દેશમાં દીર્ઘકાળ માટે દાખલ થઈ ગયા; પણ એ સમયને વિચાર અપ્રસ્તુત હાઈ અહીં તે વિષય પર વિશેષ ઉલ્લેખ કરવાની આવશ્યકતા નથી. ” રજપૂતે અને સ્ત્રીઓ –
રજપૂતમાં સ્ત્રીઓ તરફ મેટે આદર હતો. સ્ત્રીઓ પણ પિતાની જાતને વિરપત્ની કે વીરમાતા કહેવરાવવામાં પોતાનું ગૌરવ માનતી હતી. એ વીરાંગનાઓના પતિવ્રતા ધર્મ, શૂરવીરતા અને સાહસ જગટ્યસિદ્ધ છે. એનાં અનેક ઉદાહરણે ઇતિહાસમાં નોંધાયેલાં છે. દશમી શતાબ્દિ પછીના ઇતિહાસમાં મુસલમાનો સાથેના અનેક પ્રસંગમાં રાણીઓએ અભુત શર્ય બતાવ્યાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org