________________
૪૦૨
[ શમી શતાબ્દિ :
કી ( આંકડાવાળું ) ખાણ ઉપયેગમાં લેવામાં આવતું નહિ. રથવાળા રથવાળા સાથે લડે, હાથી પર સ્વારી કરનાર હાથીવાળા સાથે લડે, ઘેાડેસ્વાર ઘોડેસ્વાર સાથે લડે અને પાયદળ પાયદળ સાથે લડે, એવા નિયમ હતા. બન્ને બાજુના ચેાદ્ધાઓનાં શસ્ત્ર સમાન રખાતાં.
સામે શત્રુ જો દુ:ખાકુળ હાય તેા તેના ઉપર ઘા કરવામાં ન આવતા. ભયભીતને, હારેલાને કે પૂંઠ પકડી નાસનારને મારવામાં ન આવતા. સામા લડનારનુ શસ્ત્ર ભાંગી જાય, ધનુષ્યની દારી તૂટી જાય, તેનું અ,તર નીકળી પડે અથવા તેનું વાહન ભાંગીને નાશ પામી જાય તેા તેના પર શસ્ર ચલાવવામાં ન આવતું. સૂતેલા, થાકેલા, ખાતા, પાણી પીતા અથવા ઘાસદાણેા લાવતા શત્રુ પર ઘા કરવામાં ન આવતા. લડાઈ વખતે ખેડૂત કે પ્રજાજનને કાઈ પણ પ્રકારની પીડા ન થાય તેની ખાસ સંભાળ રાખવામાં આવતી. લડાઇમાં ઘાયલ થયેલા સામાવાળાને કાં તે તેની છાવણીમાં પહેાંચાડી દેવામાં આવતા અથવા પેાતાની છાવણીમાં ઘા પર મલમપટ્ટા કરવામાં આવતા અને એને સારું થયા પછી છેાડી દેવામાં આવતા.
આપત્તિકાળમાં રાષ્ટ્ર ખાતર શત્રુ સાથે સંગ્રામ કરવા અને પ્રજાની રક્ષા કરવી, એ ક્ષત્રિયના ધર્મ ગણાતા. જે દેશ પર વિજય પ્રાપ્ત કર્યો હેાય તેના ઉપર નીતિ પ્રમાણે શાસન કરવાની અને તેની પ્રજાને સુખી બનાવવાની વિજેતાની ફરજ ગણવામાં આવતી. યુદ્ધમાં લડીને મરવું એ ક્ષત્રિયને માટે સાભાગ્ય ગણાતુ અને યુદ્ધમાંથી નાસી આવવુ, એ તેને માટે અતિ નિંદનીય ગણુાતું.
હુએન્સગ દક્ષિણના રાજા પુલકેશનું વર્ણન કરતાં લખે છે કે વ રાજા જાતિના ક્ષત્રિય છે. એનું નામ પુ–àા-કે-શિ ( પુલકેશિ ) છે. એના વિચાર અને કાર્ય અતિ વિસ્તૃત છે, એના ઉપકારનાં કામાને લાભ દૂર દૂર પહાંચે છે. એની પ્રજા પૂર્ણ વિનયપૂર્વક એની આજ્ઞા ઉઠાવે છે. આ સમયમાં શિલાદિત્ય ( કનાજના શ્રી હર્ષ) રાજાએ પૂર્વથી પશ્ચિમ સુધીના દેશ પર વિજય મેળવ્યેા છે અને દૂર દૂરના દેશે પર ચડાઈ કરી છે, પણ આ દેશ( મહારાષ્ટ્ર )વાળા અને સ્વાધીન થયા નથી. અહીંવાળાને દંડ દેવા માટે તથા આપીન કરવા માટે એણે પેાતાના રાજ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org