________________
લશ્કરીઓનાં આયુધ અને નિયમેા : ]
૪૦૧
હતા. જો હાથીની લાઇન તૂટી જાય તેા લશ્કરમાં ભંગાણ પડવાને ઘણા સંભવ રહેતા હતા. લડાઈમાં જો રાજાના હાથી ગાંડા થઈ જાય તા ભારે ગુંચવણ થતી અને રાજા પડે એટલે લશ્કર નાસવા માંડતુ. અનેક પ્રસંગે આવા કારણે લડાઈમાં હાર થઈ જતી હતી.
સેનાનીઓને કુશળતા પ્રાપ્ત કરવા સારુ વર્ષો સુધી લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી. લશ્કરીએને પગાર નિયત સમયે રોકડ તથા અન્નના આકારમાં આપવામાં આવતા હતા. દશ યોદ્ધા પર એક ઉપરી, સેા પર એક ઉપરી–નાયક અને હજાર પર એક ઉપરી, એવી રીતે હવાલદાર, દફેદાર અને જમાદારની નિમણૂક થતી અને એવી સર્વ ટુકડીએના ઉપરીને સેનાપતિ કે સેનાધિપતિની સંજ્ઞા આપવામાં આવતી હતી.
ચતુરગી સનાની સાથે ત, જાસૂસ, નેાકર અને દૈશિક (માર્ગ તાવનાર—Àામિયા) રાખવામાં આવતા હતા.
લશ્કરીઓનાં આયુધા—
પાયદળ લશ્કરનાં આયુધામાં ધનુષ, બાણુ, ઢાલ, તલવાર, ભાલા, ફરસી, તામર ( લેાઢાના દંડ ) વિગેરે હથિયારા હતાં. ગદાને ઉપયાગ તા માત્ર દ્વંદ્વયુદ્ધમાં જ થતા. ઘોડેસ્વારની પાસે તલવાર અને બરછી રાખવામાં આવતાં હતાં. રથી અને મહારથી રથમાં બેસતા. રથને એ પૈડાં હતાં અને ચાર ઘેાડા જોડવામાં આવતા હતા. એને મથાળે જુદાં જુદાં ચિહ્નવાળી ધ્વજા ફરકાવવામાં આવતી હતી. રથની અંદર ખાણુ, શક્તિ વિગેરે આયુધાના સંગ્રહ રહેતા, રથી અને મહારથી પેાતાનાં માથા પર લાઢાના ટાપ રાખતા, શરીર પર લાઢાનું અખતર પહેરતા, હાથા પર ગેાધાંગુલીત્રાણુ રાખતા અને આંગળીઓની રક્ષા માટે આવરણ રાખતા. રથનેા હાંકનાર સારથિ પણ કવચ ( અખતર ) પહેરતા. સેનાપતિ ઘણે ભાગે લશ્કરને માખરે રહેતા.
યુના નિયમ–
યુદ્ધના નિયમે બાંધેલા હતા. એ નિયમેને આધારે યુદ્ધ કરવામાં આવે તેને ‘ ધ યુદ્ધ ' કહેવામાં આવતુ હતું. ઝેરી અથવા
"
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org