________________
૪૦૦
[ દશમી શતાબ્દિ ? એને અમલ કર, યોગ્ય અને કાર્યકુશળ મનુષ્યને અધિકાર આપવા, વ્યાપારી અને કારિગરેશને સહાયતા આપી વ્યાપાર અને કળાકેશલ્યની ઉન્નતિ કરવી, લેકેને કષ્ટ થાય તે ભારે કર ન નાખવો, આળસને અવકાશ ન આપવો અને વિદ્યા તથા ધર્મની ઉન્નતિ કરવી. ( આ સર્વ વાત મહાભારતના શાંતિપર્વમાંથી લીધેલી જણાય છે.) એનો અમલ કેટલો તે હતો તે વ્યક્તિગત રાજા પર આધાર રહેતું. રાજાનો આવો આદર્શ હતો, એમ કહેવું વધારે યોગ્ય ગણાય.
રાજાની કર્તવ્યપ્રણાલિકામાં એને ઈશ્વરને ભય રાખી સત્ય માર્ગથી કદી પણ બહાર પગલું ન ભરવાને સમાવેશ થતો હતો. રાજ્યસત્તાના મુખ્ય આધારસ્તંભ તરીકે સત્યને ગણવામાં આવતું હતું. સેના અને યુદ્ધ સંબંધી પ્રાચીન સ્થિતિ–
સેના ચાર પ્રકારની હતી. ૧. પાયદળ-પદાતિ (Infantry) ૨. અશ્વ-ઘોડેસ્વાર (Cavalry) ૩. હાથી સ્વાર ૪. રથમાં બેસીને યુદ્ધ કરનાર. ( રથી ) એને ચતુરગણું સેના કહેવામાં આવતી હતી.
લશ્કરના અંગ તરીકે હાથીને બહુ ઉપયોગી ગણવામાં આવતા હતા. હાથીને શિક્ષણ આપીને ખાસ તૈયાર કરવામાં આવતા હતા અને એને મસ્ત કરી એની સુંઢમાં બેધારી તરવાર આપવામાં આવતી અને પછી તેને શત્રુ પર છેડી મૂકવામાં આવતા હતા. લડાઈની આગળ હાથીઓની હાર કરવામાં આવતી હતી અને એની વચ્ચે તથા બાજુ પર ધનુર્ધારી દ્ધાઓ રહેતા હતા. રાજા ખૂબ શણગારેલા હાથી પર ઘણેભાગે સ્વારી કરતા અને તેથી લડાઈ વખતે તેને હાથી શોધી કાઢ ઘણે સહેલો થઈ પડતો હતે. યૂહરચના અનેક પ્રકારે કરવામાં આવતી હતી અને એ રચનાની આવડત ઉપર લડાઈનાં પરિણામને ઘણે આધાર રહેતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org