________________
૩૯૮
[ દશમી શતાબ્દિ : આવતી હતી. રાત્રે એક પહોર લગભગ પૂરો થતાં ચોઘડિયા વાગતાં રાજા અંતઃપુરમાં જતા હતા અને સવારમાં ચોઘડી વાગતાં રાજા જાગૃત થતા હતા. જોગી અને જાદુગરને સર્વદા પ્રસન્ન રાખવામાં આવતા હતા. અંતઃપુરની ચારે બાજુ ઊંચી દિવાલો કરી લેવામાં આવતી હતી. દરવાજા પર દેવની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી, મહેલમાં સુરંગે રાખવામાં આવતી હતી અને કેટલાક તાંત્રિક પ્રયોગો પર વિશ્વાસ હોવાથી તેનો પણ અમલ કરવામાં આવતો હતો. રાજાઓનાં અંતઃપુરની રક્ષા માટે શસ્ત્રધારી સ્ત્રીઓને રાખવામાં આવતી હતી. રાજાના શરીરની સેવા સ્ત્રીઓ કરતી હતી. અંત:પુરમાં છળપ્રપંચ ચાલ્યા કરતા હતા. રાજાની સવારી ચાલે ત્યારે બન્ને બાજુ પિલિસને બંદેબસ્ત રાખવામાં આવતો હતા અને ગાયના ચારા માટે તથા તપસ્વી લોકોને રહેવા માટે ગામની આસપાસ જગ્યાઓ છૂટી રાખવામાં આવતી હતી. શિકારને માટે જંગલોને રક્ષિત કરવામાં આવતાં હતાં. નગરની ચારે બાજુ પાક કેટ બનાવી, તેની પછવાડે ખાઈ ખોદાવવામાં આવતી હતી. રસ્તા પર પથ્થર પાથરવામાં આવતા હતા. ગઢના દરવાજા પર ભિન્નભિન્ન દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવતી હતી. વેશ્યાઓ રાજાની સાથે રહેતી હતી. રાજાની વર્ષગાંઠ પર કેદીઓને છોડી મૂકવામાં આવતા હતા અને ભૂત-પ્રેતની પૂજા થતી હતી. દાસદાસીઓનાં લેવાણવેચાણ થતાં હતાં, પણ આર્યજાતિનાં સ્ત્રીપુરુષને દાસ બનાવવામાં આવતાં નહોતાં.” રાજ્યપ્રબંધ-યુદ્ધપ્રણાલિકા
નવમી દશમી શતાબ્દિમાં રાજ્યપ્રબંધ અને યુદ્ધમણુલિકા તથા યુદ્ધના નિયમે કેવા પ્રકારના હતા તે જાણવું ખાસ પ્રાસંગિક છે. મહાભારતમાં જે નિયમ બતાવવામાં આવ્યા હતા તે રજપૂતના સમયમાં ઘણાખરા જળવાઈ રહ્યા હતા. એ સંબંધમાં શ્રીયુત ગેરીશંકર ઓઝા “રાજપૂતાનેકા ઈતિહાસ” પ્રથમ ભાગ પૃ. ૬૯ થી જે હકીક્ત શોધખોળને પરિણામે જણાવે છે તેને સારાંશ નીચે મુજબ છે –
રાજ્યપ્રબંધ અને ન્યાયનું કામ રાજાઓ આઠ મંત્રીઓની સલાહ લઈને ચલાવતા હતા. અત્યારે પણ “ આઠ કોંસલ” ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org