________________
રાજ્ય વ્યવસ્થા : ]
૩૭ રજપૂતેમાં સ્વદેશભક્તિ અને સ્વામીભક્તિને ગુણ સારી રીતે કેળવાયેલો હોય, એમ જણાય છે. રાજાએ પોતાના સામંતવર્ગ ઉપર કુટુંબીઓ જેટલું વાત્સલ્ય રાખતા હતા.
કેમાં મદ્યપાન કરવાનો રિવાજ આ સમયમાં જણાય છે. રજપૂતેના આખા ઈતિહાસમાં જેમ તેમનાં શર્ય તરફ પ્રેમ થાય તેવું છે. તેમજ તેમના અનેક પત્ની કરવાના રિવાજ તરફ ખેદ થાય તેવું છે. રાજપૂતોની પડતીના કારણેમાં બહુપત્ની અને મદ્યપાન મુખ્ય છે.
બાકી તેમના પ્રેમમાં અંગત તત્વ ઘણું હતું. ચિતડવાળા ચિતડ ઉપર જ દષ્ટિબિન્દુ રાખે અને જોધપુરને મારવામાં આનંદ માને. તે વખતને સ્વદેશપ્રેમ તે અત્યારની નજરે પ્રાંતિક પ્રેમ હતે, એમ ઈતિહાસ વાંચતાં લાગ્યા વગર રહે તેમ નથી. રાજ્યવ્યવસ્થા
શ્રી ગૈારીશંકર ઓઝા “રાજપૂતાનેકા ઈતિહાસ” ભાગ ૧ પૃષ્ઠ ૬૭-૬૮ માં વિવેચન કરતાં નીચેની મતલબની હકીકત જણાવે છે –
“મહાભારતના સમયમાં રાજધાનીના અને અન્ય મેટાં નગરની આસપાસ માટે ગઢ બનાવવામાં આવતા હતા, તેની દિવાલે ચારે બાજુએ ઊંચી રાખવામાં આવતી હતી અને તેની પછવાડે જળથી ભરપૂર ઊંડી ખાઈઓ ખાદી રાખવામાં આવતી હતી. રાજાઓનાં અંત:પુરને પુરુષાનાં નિવાસસ્થાનથી અલગ રાખવામાં આવતાં હતાં. એ અંતઃપુરમાં વિસ્તીર્ણ મેદાન, બગિચા અને ક્રીડાસ્થાને પણું બનાવવામાં આવતાં હતાં. હાલના સમયમાં છે તેટલો સ્ત્રીઓ માટે સખ્ત પડદાને નિયમ નહોતું. એ વખતે ક્રૂરતાથી પુરુષનું પુરુષત્વ નાશ કરી, નપુંસક બનાવી, અંત:પુરની રક્ષા માટે તેમને નિયત કરવાનો રિવાજ નહોતો. દારુ વિગેરે નિશાની ચીજોને નિષેધ કરવામાં આવતો હતો અને દારુની દુકાને તથા વેશ્યાઓ પર બારિક દેખરેખ રાખવામાં આવતી હતી.
“કેટિલ્યના “અર્થશાસ્ત્રથી જણાય છે કે તે વખતે વખત જાણવા માટે ઘડી (તડકામાં ચક) અને પાણીમાં નળી રાખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org