________________
[ દશમી શતાબ્દિ ? દશમી શતાબ્દિની આખરે ચાવડા વંશને અંત આવ્યો અને સેલંકી વંશ ગુજરાતની ગાદી પર આવ્યા એટલે ચાવડા વંશને ઉત્તરાધ ભાગ એ આ ગ્રંથને સમય ગણાય.
પ્રાચીન ઈતિહાસ પરથી જણાય છે કે ચાવડા વંશના હાથમાં ભિલ્લમાલ પણ હતું. ગુજરાતની ઉત્તર સીમા જોધપુર રાજ્ય સુધી હતી અને દક્ષિણે લાટ દેશને સમાવેશ ગુજરાતમાં થતો હતો. (રાજપૂતાનેકા ઇતિહાસ પ્રથમ ભાગ. પૃ. ૧૩ર.) આ પ્રમાણે ગુજરાત અને રજપૂતાનાના મોટા ભાગની સ્થિતિ હતી. એકંદરે આ સમયના ઈતિહાસનાં ચેડાં સાધને જ પ્રાપ્ત થાય છે.
નવમી અને દશમી સદીના ઇતિહાસનાં સાધને હજુ એટલાં અલ્પ છે કે એના સંબંધમાં વિસ્તારથી લખવાનું બની શકે તેવું નથી. ટેડના “રાજસ્થાનમાંથી અને શ્રીયુત શૈારીશંકર ઓઝાના રાજપુતાનેકા ઈતિહાસમાંથી છૂટીછવાઈ હકીકતે મળી આવે છે તે ભાગ્યે જ શૃંખલાબદ્ધ ઈતિહાસ લખવા માટે પૂરતી ગણાય. સાંસારિક સ્થિતિ–
દશમી શતાબ્દિમાં જનતાની સાંસારિક સ્થિતિ સમજવા માટે કેટલીક હકીકતો પ્રાપ્ત થાય છે. રાજપૂતની શૂરકથા એમાં સુખ્ય ભાગ ભજવે છે. એક હકીકત એ પણ જણાય છે કે રાજ્ય નાનાં મોટાં ઘણી સંખ્યામાં હશે. તે વખતે પ્રતાપી ગેહલ વંશની શરૂઆત થઈ ચૂકી હતી, પણ એને ભવ્ય ઈતિહાસ હવે પછી રચાવાને હતા. તે ઉપરાંત પરમાર, રાઠોડ વિગેરે વંશો પણ પ્રચલિત થઈ ગયા હતા. ભિન્નમાલમાં ગુર્જરનું રાજ્ય હતું.
સ્ત્રીઓ ઘણું શૂરવીર હતી. પડદાને રિવાજ સામાન્ય પ્રકારને હતે અથવા લગભગ નહોતે એમ કહી શકાય તેમ છે.
રાજસ્ત્રીઓ પોતાના પતિ સાથે જાહેરમાં જતી આવતી હતી એમ જણાય છે. એ વીરમાતા કે વિરપત્ની કહેવરાવવામાં ગૌરવ માનતી હતી. ધર્મોત્સવમાં સ્ત્રીઓ જાહેરમાં ભાગ લેતી હતી. શિકાર કરવા પતિ સાથે જતી હતી. પડદાને રિવાજ મુસલમાની સમયમાં વધારે પ્રચલિત થયા હોય એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org