________________
રાજકીય વાતાવરણ : ]
૩૯૫
છે અને ખભે ઉપરણા નાખ્યા છે. રાજાની પાસે એક મનુષ્ય છત્ર ધરીને ઊભા છે અને બીજા પાંચ હજુરીયા ઊભા રહેલા છે. અત્ર જે વર્ણન કર્યું છે તેને મળતુ જ રાષ્ટ્રકૂટ રાજાઓનું વર્ણન આરબ મુસાફાએ કરેલું છે. સામનાથથી પચીસ માઈલ દૂર માળીઆમાં સાલંકી રાજાની મૂર્તિ મેાજુદ છે તે પણ આવા જ આકારની છે. ( જી. પ્રા. ઇતિહાસ પૃષ્ઠ ૧૫૬)
ચાવડા વંશના રાજાઓના સમય અને રાજ્યકાળ પરત્વે ફેરફાર જુદાજુદા આધાર પ્રમાણે થાય છે. એક સરખી હકીકત મળતી નથી, પણ નવમી દશમી વિક્રમ શતાબ્દિમાં ગુજરાતમાં ચાવડાનું રાજ્ય હતુ એ સંબધમાં જરા પણ મતભેદ નથી અને દશમી શતાબ્દિની આખરે સાલકીના રાજ્યઅમલ ગુજરાત પર થયા એ વાત પણ એકમત ચાસ થાય છે.
ચાલુક્ય અથવા સાલ કી શના ઇતિહાસ વધારે વિગતાથી ભરપૂર મળી આવે છે. એ સમય પર સારી સંખ્યામાં ગ્ર ંથા લખાયલા છે. એટલી વિગત ચાવડા વંશના ગુજરાતના ઇતિહાસને અંગે ઉપલબ્ધ થતી નથી, એ ખેદના વિષય છે.
આ વિગત પ્રમાણે ઉપમિતિભવપ્રપંચાગ્રંથ સંવત ૯૬૨ માં અન્યેા ત વખતે ગુજરાતનું રાજ્ય ચામુંડરાજના હાથમાં હતું એમ શ્રી મેરુતુ ંગાચાર્ય ની વિચારશ્રેણિ પરથી જણાય છે. પ્રબંધચિતામણિમાં ચામુ ડને બદલે ભૂયડ એવું નામ આપ્યું છે અને એ ભૂયડે ૨૭ વર્ષ રાજ્ય કર્યું છે. અનુમાન એમ કરવામાં આવે છે કે ચામુંડરાજનું બીજું નામ ભૂયડ હશે. વિચારશ્રેણિ પ્રમાણે ભૂયડનું રાજ્ય સંવત ૯૬૨ ( ઇ. સ. ૯૦૬) માં પૂરું થયુ જણાય છે. પ્રબંધચિંતામણિમાં ભૂયડનું રાજ્ય ૨૯ વર્ષ લખ્યું છે. અને વિચારશ્રેણિમાં ચામુંડનુ રાજ્ય ૨૭ વર્ષ લખ્યુ છે તેથી આ બે વર્ષના તફાવત જતા કરીએ તેા ચામુંડરાજનું બીજું નામ ભૂયડે હતું એમ ધારવાથી સર્વ મામતને લગભગ સમન્વય થઇ જાય છે. આ હિસાબે વિચારતાં શ્રી ઉપમિતિ ગ્રંથની પૂર્ણાતિ વખતે ( સ. ૯૬૨ ) ગુજરાતમાં ચાવડાવંશના રાજા ચામુડરાજ ઊર્ફે ભૂયડનું રાજ્ય હતું એમ ધારી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org