________________
૩૯૪
[ દશમી શતાબ્દિ શ્રી જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ. શ્રી જિનમંડનકૃત કુમારપાળ પ્રબંધ. કૃષ્ણષિકૃત શ્રી કુમારપાળ ચરિત. સેમેશ્વરકૃત કીર્તિકેમુદી. અરિસિંહકૃત સુકૃતસંકીર્તન. શ્રી રાજશેખરકૃત ચતુર્વિશતિ પ્રબંધ. ચંદકવિકૃત પૃથ્વીરાજ રાસા.
એ ઈતિહાસનો કેટલોક ભાગ સદર સાધનમાંથી નીચેના પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં રજૂ કરવામાં આવેલો માલૂમ પડે છે. ફાર્બસકૃત રાસમાળા. સદરનું ગુજરાતી અવતરણ (રે. રા. રણછોડભાઈ ઉદયરામ) ગુજરાતના પ્રાચીન ઈતિહાસ
(ગુ. વ. સ. ૨. રા. વિદભાઈ હાથીભાઈ) જૈનોને પ્રાચીન ઈતિહાસ (રા. રા. મોહનલાલ દ. દેશાઈ). ગવર્મેન્ટ ગેઝેટીયર ભાગ ૧ લે.
એ સર્વ સાધને પરથી જણાય છે કે વનરાજ પર જૈન ધર્મની અસર સારી થયેલી હતી. વનરાજ સંબંધી અનેક દંતકથાઓ છે તે અત્ર રજૂ કરતાં વિસ્તાર વધી જાય. આપણું ઉદ્દેશને અંગે તે વખતની જીવનની અસ્થિરતા અને રાજકાર્યમાં ધમાધમ ઘણું હતી એ વાત ચોક્કસ માલુમ પડે છે. પંચાસરના દેરાસરમાં વનરાજ પૂજા કરતો હતો તે મૂર્તિ તેણે પાટણ મંગાવી, તેની પ્રતિષ્ઠા મુખ્ય દેરાસરમાં કરી. એ દેરાસર અત્યારે પણ “પંચાસરા પાર્શ્વનાથ ના દેરાસરના નામથી પ્રસિદ્ધ છે.
વનરાજની મૂર્તિ એ પચાસરા પાર્શ્વનાથના દેરાસરની ભમતીમાં પહેલી દેરીમાં જ છે. એ મૂર્તિનું ચિત્ર રાસમાળામાં આપ્યું છે. તે રાજાએ દાઢી રાખી છે, કાનમાં કુંડળ, હાથે કડાં, પશે તોડા (સાંકળાં) અને કેટમાં કઠો પહેરેલો છે, ટૂંકું ધોતિયું પહેરેલ છે, કેડે કમરબંધ બાંધ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org