________________
૩૯૩
રાજકીય વાતાવરણ : ]
હતા. કાન્યકુબ્જ દેશના કલ્યાણુકટક નગરના ભૂવડ ( ભૂદેવ અથવા ભૂયડ) નામના રાજાએ એના ઉપર ચડાઇ કરી. જયશિખરી ખૂબ મહાદ્દીથી લડ્યો પણ ભૂવડની જબરજસ્ત સેના પાસે તેણે પેાતાનું લશ્કર સંખ્યામાં નાનુ જોયુ એટલે પેાતાની ગર્ભવતી રાણી રૂપસુંદરીને તે રાણીના ભાઈ સૂરપાળ સાથે જ ગલમાં મેાકલી આપી. રાણીએ ત્યાં પુત્રને જન્મ આપ્યા. એ પુત્રનું નામ વનરાજ પાડયું. એ વનરાજને ઉછેરવામાં શીલગુણસૂરિ નામના જૈન સાધુએ ખૂબ મદદ કરી. વનરાજે ખૂબ પરાક્રમ કરી પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને અણુહિલ્લપુરપાટણ વિ. સંવત્ ૮૦૨ માં વસાવ્યું. એણે ૫૮ વર્ષ રાજ્ય કર્યું.
ત્યારપછીના ગુજરાતના ઇતિહાસ એ ચાવડા વંશના ઇતિહાસ છે. એમાં સાત રાજાઓ થયા છે.
વનરાજ ( સ. ૮૦૨-૮૬૨ ) યાગરાજ ( સ. ૮૬૨-૮૯૭ ) ક્ષેમરાજ ( સ. ૮૯૭–૯૨૨ )
ભુવડ ( સ. ૯૨૨૯૫૧ )
વૈરીસિંહ ( સં. ૯૫૧–૯૭૬) રત્નાદિત્ય ( સં. ૯૭૬–૯૯૧) સામતસિંહ ( ૯૯૧–૯૯૮ )
ચાવડાના વંશના અંત સાથે વિક્રમની દશમી સદીના અંત આવે છે એટલે ચાવડા વંશના ઇતિહાસ આ બન્ને સદીઓના ઇતિહાસમાં અગત્યના ભાગ ભજવે છે. વનરાજે અનેક પરાક્રમા કરેલાં નાંધાયલાં છે.
ચાવડા વંશના આખા ઇતિહાસ ઘણી અવ્યવસ્થિત દશામાં છે, છતાં એ આખા સમયમાં જૈનોની જાહેાજલાલી સારી હતી એમ ચાક્કસ જણાય છે. આ વંશના ઇતિહાસ માટે નીચેનાં પુસ્તક લભ્ય થાય છે:
શ્રી હેમચંદ્રાચાય કૃત દ્વાશ્રય મહાકાવ્ય. શ્રી મેરુતુ ગકૃત પ્રબંધચિંતામણિ. શ્રી મેરુતુંગકૃત વિચારશ્રેણી.
કૃષ્ણાકૃત રત્નમાળા.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org