________________
૩૯૨
[ દશમી શતાબ્દિક એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ ચૈત્યવાસના સમયમાં પણ અનેક શુદ્ધ ત્યાગી થયા છે અને તેમની સામે ટીકા થતી તે પણ તેઓ મૂળ માર્ગને ચૂક્યા નથી. ખુદ શ્રી હરિભદ્રસૂરિ ચૈત્યવાસના સમયમાં થયા છે, છતાં સર્વ પ્રકારના શિથિલાચાર વિરુદ્ધ એમણે પોતાનાં અનેક પુસ્તકમાં વિસ્તારથી લખ્યું છે.
જૈન ઈતિહાસમાં આવી રીતે બસો ત્રણસો વર્ષ ઉદ્યોતનાં આવે અને બસો ત્રણ વર્ષ મંદતાનાં આવે એમ બનતું જ આવ્યું છે. નવમી અને દશમી શતાબ્દિ એ રીતે જોતાં મંદતાને સમય ગણાય. દશમી શતાબ્દિનું રાજકીય વાતાવરણ–
દેશનું રાજકીય વાતાવરણ ઘણું અવ્યવસ્થિત હતું. વનરાજ ચાવડાએ વિ. સં. ૮૦૨ માં અણહિલ્લપુર પાટણ વસાવ્યું. વલ્લભીપુરને તે સમય પહેલાં સંપૂર્ણ નાશ થઈ ગયે, ગુજરાતની રાજધાની પાટણ બની. શીલગુણસૂરિના પ્રતાપે વનરાજની આણું સમસ્ત ગુજરાત પર પ્રસરવા લાગી. એ શીલગુણસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિએ વનરાજની પરિપાલના કરી.
ગુજરાતના રાજ્ય પર જેનેનું જોર શરૂઆતથી જ રહ્યું. એને માટે મેરતુંગાચાર્ય ખૂબ ગૈારવ લઈને પોતાના પ્રબંધચિંતામણિ ગ્રંથમાં લખે છે કે –
गौर्जरात्रमिदं राज्यं वनराजात्प्रभृत्यभूत् ।
स्थापितं जैनमंत्र्यौघैस्तद्वैषी नैव नन्दति ॥ એને આશય એ છે કે ગુજરાતનું રાજ્ય વનરાજથી માંડીને જેન મંત્રીઓએ સ્થાપિત કરેલું છે અને એને દ્વેષ કરનાર ટકી શકતો નથી. જૈન મંત્રીઓમાં સાંતન, વિમળ, મુંજાલ, ઉદયન, વસ્તુપાળ વગેરે મહાપ્રતાપી થઈ ગયા છે અને એક રીતે વિચારતાં ગુજરાતને નવમી, દશમી અને અગિયારમી શતાબ્દિનો ઈતિહાસ એટલે જૈન ઇતિહાસ જ છે. આપણે આ સમયની રાજકીય પરિસ્થિતિ સંક્ષેપમાં જઈ જઈએ.
વલ્લભીપુરનો નાશ થયે, ગુજરાતમાં પંચાસર નામે ગામ કચ્છના રણ પાસે છે ત્યાં જયશિખરી નામે રાજા રાજ્ય કરતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org