________________
ચૈત્યવાસ : ]
૩૯૧
સાધુના શાસ્ત્રવિહિત અધિકાર છે. નૂતન ગચ્છસૃષ્ટિ પહેલાં ચૈત્યવાસી કે સુવિહિત સાધુ દરેક જિનચૈત્યના અગ્રમ ડપમાં બેસીને ધર્મકથા કરતા હતા, પણ નૂતન ગચ્છપ્રવકાએ અનેક પ્રવૃત્તિઆની જેમ આ પ્રવૃત્તિને પણ ચૈત્યવાસીઓની પ્રવૃત્તિ માનીને એને નિષેધ કરવા માંડ્યો. ત્યારપછી ધીરે ધીરે આ પ્રવૃત્તિ બંધ પડી ગઇ. ’
આ ટાંચણુ પરથી શ્રી સિદ્ધર્ષિના સમયમાં ચૈત્યવાસનું કેટલુ જોર હશે તેના ખ્યાલ આવે છે. શ્રી સિદ્ધષિ મહારાજ ચૈત્યવાસમાં માનતા હતા કે નહિ તેના નિણ ય કરવાનુ એક પણુ સાધન પ્રાપ્ત થતુ નથી. પૂજય શ્રીકલ્યાણુવિજયજીના ઉપરોક્ત કથનના સાર માત્ર એટલા જ છે કે શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા શ્રી સિદ્ધર્ષિં ગણિએ દેરાસરના અગ્રમ ડપમાં વાંચી હેાય છતાં પણ તેઓ ચૈત્યવાસી ન હેાય તે બનવાજોગ છે. એ દલીલ એધારી છે. ગમે તેમ હાય પણ શ્રી સિદ્ધર્ષિ મહારાજના ત્યાગ સંબંધી વિચારા તેમના ગ્રંથદ્વારા વાંચતાંવિચારતાં તેએ આત્મલક્ષી હતા એમ તેા જરૂર જણાઈ આવે છે. તેમના ગ્રંથમાં ચૈત્યવાસ સંબંધી કાંઇ ઉલ્લેખ ન હેાવાને કારણે તેમના સ ંબંધમાં એક કે બીજી માજી કાઇ પણ નિણું ચ અતાવી શકાય તેમ નથી.
ચૈત્યવાસનુ સ્વરૂપ જાણવા જેવુ છે. મૂળમાર્ગમાં મંદતા આવતાં શિથિલ સાધુઓએ ચૈત્યવાસ શરૂ કર્યો. એની વિગતમાં અનેક પ્રકારની ચરણકરણની મંદતા દેખાઇ આવે છે. ગાથાસહસ્રી પ્રમાણે એની શરૂઆતના સમય વીરાત્ ૧૨૫૦ (વિ. સ. ૭૮૦) આવ છે. આ સંબંધમાં મતભેદ ઘણા છે, પણ એકદર આધારા વિચારતાં વિક્રમની આઠમી, નવમી અને દશમી શતાબ્દિ ચૈત્યવાસના સમય ગણાય. અગિયારમી વિક્રમ શતાબ્દિના આખરનાં ભાગમાં તે વખતના આચાયોએ જોર કરી ચૈત્યવાસ દૂર કરાવ્યેા. એ ચૈત્યવાસી શિથિલ સાધુએ પેાતાના મઠ કરીને રહેતા હતા, દેરાસરમાં રહેતા હતા, પ્રતિમા વેચતા હતા, વૈદકના ધંધા કરતા હતા, જોષ જોઇ આપતા હતા, ધન રાખતા હતા અને વૈષ્ટિક આહાર લેતા હતા. એ વાહન રાખે, શરીરે તેલ ચાળાવે, સ્ત્રીઓ સાથે વાતેા કરે, ગૃહસ્થનુ બહુમાન કરે અને ચરણુકરણમાં અનેક પ્રકારની મંદતા કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org