________________
૩૯૦
[ દશમી શતાબ્દિ
હાય એ મનવાજોગ છે. ચૈત્યવાસનું જોર વનરાજ ચાવડાના સમયમાં નવમી શતાબ્દિની શરૂઆતમાં એટલું અધુ હતું કે અણહિલપુર પાટણમાં ચૈત્યવાસી સિવાય અન્ય સાધુને પેસવાનેા હુકમ નહાતા. ચૈત્યવાસનુ જોર પ્રભાવકચરિત્રમાંના ૧૯ મા અભયદેવસૂરિના ચરિત્ર પરથી જણાય છે. ત્યાં કહે છે કે“ હે રાજેંદ્ર ! સાંભળેા. પૂર્વ ધનુષ્ય સમાન ઉત્કટ ( ચાપોત્કટ ) ક્ષત્રીય વશમાં વનરાજ નામે રાજા થયા. તેને ખાલ્યાવસ્થામાં નાગે ગચ્છરૂપ પૃથ્વીને ધારણ કરવામાં વરાહ સમાન એવા શ્રી દેવચંદ્રસૂરિએ ઉછેરીને માટે કર્યો. વળી પચાશ્રય ( પ ́ચાસર ) નામના સ્થાનમાં રહેલ ચૈત્યમાં વસતાં તેમણે અહીં નવું નગર વસાવીને તેને રાજ્ય આપ્યું, તેમજ વનરાજવિહાર નામે ત્યાં ચૈત્ય સ્થાપન કર્યું. વનરાજે કૃતજ્ઞપણાથી ગુરુને ભારે આદરસત્કાર કર્યાં. તે વખતે શ્રી સ ંઘે રાજા સમક્ષ એવી વ્યવસ્થા કરી કે- સંપ્રદાયને ભેદ કાઢી નાખવાથી લઘુતા થવા પામી છે, માટે ચૈત્યગુચ્છવાસી યતિઓને સંમત હેાય તે મુનિ અહીં રહી શકે; પણ તેમને સંમત ન હેાય તેવા મુનિએ આ નગરમાં આવીને રહી ન શકે. હે રાજન! પૂર્વજ રાજાઓની વ્યવસ્થા પાશ્ચિમાત્ય રાજાઓએ માન્ય રાખવી જોઈએ ’( ભાષાંતર પૃષ્ઠ ૨૫૭–૮.)
ત્યારપછી એ ઠરાવ રાજાદુ ભરાજે કેવી રીતે ફેરબ્યા તેની હકીકત ઉક્ત ગ્રંથમાં રજૂ થયેલી છે. આ દુલ ભરાજના—અભયદેવસૂરિના સમય સ. ૧૦૮૦ છે, એટલે શ્રી સિદ્ધર્ષિના સમયમાં ચૈત્યવાસ પૂરજોસમાં પ્રવર્તતા હશે એમ જણાય છે.
મુનિશ્રી કલ્યાણુવિજયજી સદર ગ્રંથની પ્રસ્તાવનાના પૃ. ૭પ માં પેાતાના અભિપ્રાય જણાવે છે તે ખાસ પ્રસ્તુત હેાવાથી અત્ર આખા ઉતારી લેવામાં આવે છે. તેઓશ્રી જણાવે છે કેઃ—
“ સિદ્ધર્ષિના સમય ચૈત્યવાસીઓના સામ્રાજ્યના સમય હતા, છતાં સિદ્ધર્ષિ અને એમના ગુરુભાઇએ વિગેરે ત્યાગવૈરાગ્યવાન્ હતા. જો કે સિદ્ધર્ષિએ પેાતે ઉપમિતિભવપ્રપ`ચાકથાનું વ્યાખ્યાન મંદિરના અગ્રમ ડપમાં બેસીને કર્યું" હતુ છતાં તે સુવિહિત સાધુ હતા, ચૈત્યમાં ધર્મોપદેશ કરનારને ચૈત્યવાસી માની લેવાની ભૂલ કાઇ ન કરે. જિનમંદિરમાં બેસીને ધર્મોપદેશ કરવા, એ પ્રત્યેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org