________________
VIII
દશમી શતાબ્દિ આ ઉપમિતિ ગ્રંથના લેખક વ્યાખ્યાતા શ્રી સિદ્ધર્ષિને સમય વિક્રમ સંવત ૯૬ર એટલે ઈસ્વીસન ૯૦૬ હોવાથી વિક્રમની દશમી શતાબ્દિ તમને માટે મુકરર છે. તે વખતે જનસમાજની રાજકીય, સાહિત્યિક, સાંસારિક આદિ સ્થિતિ કેવા પ્રકારની હતી એને ખ્યાલ કરવાથી એ ગ્રંથ સમજવામાં ઘણી સગવડ થાય તેમ છે, કારણ કે પ્રવર્તમાન દેશકાળની છાયા ગ્રંથકર્તા પર પડ્યા વગર રહેતી નથી. તેથી આપણે દશમા સૈકાની પરિસ્થિતિ ઉપર નજર નાખી જઈએ. ભિન્નમાળ ગુજરાતમાં ચૈત્યવાસનું જોર અને તેનું સ્વરૂપ| દશમ સંકે અંધકારયુગના ઉત્તર બાજુના છેડા પર છે. ચૈત્યવાસને છેડો પણ ત્યારપછી આવ્યું. રાજ્યની દષ્ટિએ જોઈએ તે વલ્લભીને સૂર્ય તપીને અસ્ત થઈ ગયે હતો. તે સમયે ગુજરાતની સરહદ ભિન્નમાળ નગર સુધી હતી. ગુજરાતની ઉત્તરે એ અગાઉ ગુજરાતની રાજધાની હતી. એનું ક્વચિત્ ભિલ્લમાલ એવું નામ પણ આવે છે. એ લગભગ ગુજરાત અને મારવાડની સરહદ પર આવેલું હતું.
આ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિ ગણિએ ઉપમતિભવપ્રપંચા કથા બનાવીને પ્રથમ એ જ નગરના અગ્રમંડપમાં કહી સંભળાવી એમ સદર ગ્રંથની પ્રશસ્તિના વશમા શ્લેક પરથી જણાય છે. ભિન્નમાલ નગરને સર્વ ગુણેને આધાર કહેવામાં આવ્યું છે તેથી તે વખતે તેની જાહેરજલાલી સારી હશે એમ સહજ અનુમાન થાય છે.
અગ્રમંડપ' શબ્દથી દેરાસરને મંડપ સમજો કે સભામંડપ સમજ તેને નિર્ણય કરે મુશ્કેલ છે. શ્રી સિદ્ધર્ષિને સમય ચૈત્યવાસનો હતો. એ ચૈત્યવાસને સમૂળ નાશ અગિયારમી શતાબ્દિમાં થયા છે તેથી ચેત્યના અગમંડપમાં પણ આ કથા વંચાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org