________________
સમયનિર્ણયઃ ]
૩૮૭ વિચાર કરતાં મેં ઉપર પૃ. ૩૫૮ માં જે અનુમાને દાક્ષિણ્યચિહને અંગે તારવ્યાં છે તેમાં સુધારા વધારા કે ફેરફાર કરવાને કે કારણું સાંપડતું નથી.
ઉપદેશમાળા ટીકા
આચાર્ય સિદ્ધર્ષિએ ઉપદેશમાળા ટીકા બનાવી છે. અસલ ઉપદેશમાળા ગ્રંથ ધર્મદાસ ગણિએ રચેલો છે. તેની પ૩૮ ગાથા પ્રાકૃતમાં છે. તેના પર સંસ્કૃત ટીકા રચી છે. તેમાં સંસ્કૃત ભાષામાં વ્યાખ્યા આપી છે અને કથાઓ સંક્ષેપમાં આપી છે. આ ગ્રંથ ઈ.સ. ૧૯૧૪ પંડિત હીરાલાલ હંસરાજે ભાસ્કરેાદય પ્રેસમાં છપાવ્યો છે. શરૂઆતમાં ટીકાકાર લખે છે કે – हेयोपादेयार्थोपदेशाभिः प्रबोधितजनाब्ज, जिनवरदिनकरमवदलितकुमततिमिरं नमस्कृत्य ॥ गीर्देवताप्रसादितधाष्टान्मन्दतरजनप्रबोधाय, जडबुद्धिरपि विधास्ये विवरणमुपदेशमालायाः ॥ આવી રીતે ઉપદેશમાળાની હેયોપાદેયા ટીકા ભગવાનને નમસ્કાર કરીને અને પિતાથી ઓછી બુદ્ધિવાળા લોકોના પ્રધાને માટે વિવરણ રૂપે કરવાનું શરૂ કર્યું છે. ટીકાને છેડે કેટલીક સૂચક હકીકતો લખી છે. “આ સૂત્રેમાં પાઠાંતરે ઘણું છે. તેમાંથી જેને સારે અર્થ નીકળે એમ અમને લાગ્યું તે પાઠ પર અમે વિવરણ કર્યું છે, બાકીના પાઠે પર વિવરણ કર્યું નથી. કોઈ વખત અમારી પાસે પ્રાપ્ત થયેલ પ્રતિમાં પ્રસ્તુત અર્થને બંધબેસતો ન આવે તેવો પાઠ જોઈને અમે આપે છે તે પાઠ કઈ જગ્યા પર હશે એમ અમે ત્યાં જણાવી દીધું છે.”
ત્યારપછી નીચેની ગાથા આપી છે. विषं विनिर्धूय कुवासनामयं व्यरीरचद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नतोऽस्मि तस्मै जिनधर्मसूरये ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org