________________
૩૮૬
| [ શ્રી હરિભદ્રસુરિ અને સિદ્ધષિ :
પૂરવણ[ અનુસંધાન પૃષ્ઠ ૩૮૪ ની પંક્તિ ચારથી ] દાક્ષિણ્યચિહ્ન (દાક્ષિણ્યચંદ્ર) અને સિદ્ધર્ષિ
શ્રી સિદ્ધર્ષિના સમયનિર્ણયને અંગે છેવટે એક હકીકત સ્પષ્ટ કરવાની આવશ્યક્તા જણાય છે. ઉપર છઠ્ઠા વિભાગમાં પૃ. ૩૫૮ માં જણાવ્યું છે કે કુવલયમાળાના કર્તા શ્રી ઉદ્યોતનસૂરિ ( દાક્ષિણ્યચિન્હ) અને સિદ્ધર્ષિગણિ સમકાલીન હોય તે વાત તદ્દન અશક્ય છે અને તેનાં કારણો સદર વિભાગમાં વિગતવાર બતાવ્યાં છે. એને અંગે એક વિકલ્પ શ્રી પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવનામાં પૃ. ૭૪ માં પૂ. શ્રી કલ્યાણવિજયજીએ રજૂ કર્યો છે. તેઓને પણ કુવલયમાલાના કથાકાર અને ઉપમિતિભવપ્રપંચા કથાકારને સમકાલીન ગુરુભાઈ માનવામાં માટે વિરોધ જ લાગે છે, પણ પછી તેઓશ્રી એક કલ્પના રજૂ કરે છે કે કદાચ “દાક્ષિણચિહ્નથી દાક્ષિણ્યચંદ્ર નામના ભિન્ન કવિ સિદ્ધર્ષિના ગુરુભ્રાતા માનવામાં આવે અને તેમણે બીજી કુવલયમાળા કથા બનાવી હશે એમ માનવામાં આવે તે પૂર્વોક્ત વિરોધને પરિહાર થઈ શકે.”
પણ આ વિકલ્પને સ્થાન જ નથી. એવી કુવલયમાળા હસ્તિ ધિરાવતી નથી અને તેઓ પોતે જ કહે છે તેમ “પણ આ નવી કપનાને સત્ય ઠરાવનાર પ્રમાણ નથી એટલે એ કલ્પના પણ કેવળ કલ્પના જ રહે છે. આ કલ્પના કરવાને માટે વાસ્તવિક રીતે કઈ પણું કારણ હસ્તિ ધરાવતું નથી. ધ્યાનમાં રાખવા લાયક હકીકત એ છે કે જ્યાં દાક્ષિણ્યચંદ્રનું નામ પ્રભાવરિત્રમાં આપવામાં આવ્યું છે ત્યાં તેમણે “શૃંગારપૂર્ણ કુવલયમાળા કથા રચી.” એમ પણ સાથે જ કહેવામાં આવ્યું છે. (ભાષાંતર પૃ. ૧૯૩) એટલે કુવલયમાળા નામની કથા તદ્દન અલગ દાક્ષિણ્યચદ્દેિ બનાવી હોય અને તે હાલ અલભ્ય હોય એમ કલપના દેડાવવી એ તે લગભગ કલ્પનાને નકામે મોટે ઝેક આપે જ કહેવાય. એની સાથે દાક્ષિશ્યચિહની કુવલયમાળા કથા મેજુદ છે, તે શૃંગારપૂર્ણ છે અને તેના કર્તાએ કૃતિકાળ વિગતવાર બનાવ્યું છે, એટલે એ સર્વ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org