________________
શ્રી સિદ્ધષિના સમય : ]
૩૮૫
પરત્વે સાચી છે એવું સુંદર સમન તે ઉલ્લેખમાં કરે છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે.
તેમની એક દલીલ મજાની છે. તેઓ કહે છે કે ૫૮૫ ની સાલને રદ તા નજ કરી શકાય. પણ સવાલ એ થાય છે કે એને કયા સંવત ગણવા? શ્રીયુત હીરાલાલના મતે ગુપ્ત સંવતની ગણુતરી કરવામાં ભૂલ થયેલી છે. શ્રી જિનવિજયે ૫૮૫ માં ૨૪૧ વર્ષ ભેળવી ગુપ્ત સ ંવત ૫૮૫ માટે શક સંવત ૮૨૬ કર્યો છે અને તેમ કરીને ૫૮૫ નું સાંપ્રદાયિક સંવત્સર નિર્મૂળ ગણાવ્યુ છે.
પણ ગુપ્ત સંવત એમ ગણવા તે શ્રીયુત શાહના મતે ખેાટુ છે. તેઓના અભિપ્રાય પ્રમાણે ગુપ્ત સંવત વીરાત્ ૭૨૭ વર્ષે શરૂ થયેલ છે. એટલે કે વીરાત્ ૬૦૫ વર્ષ (ઈ. સ. ૭૮ ) શક વર્ષની શરૂઆત છે. તે પ્રમાણે ગુપ્ત સંવત વીરાત્ ૭૨૭ એટલે ઇ. સ. ૨૦૦ અને શકના ૧૨૨ વર્ષે શરૂ થાય છે.
આ વાત બરાબર હેાય તે ૫૮૫ માં ૧૨૨ ઉમેરતાં શક સંવત ૭૦૭ થાય એટલે દાક્ષિણ્યચિહ્ન–ઉદ્યોતનસૂરિએ પેાતાની કુવલયમાળા શક ૭૦૦ પૂરા થયાં પહેલાં એક દિવસે લખી તેની સાથે ખરાખર મેળ બેસી જાય છે.
તેઓ આ ગણતરી રિવંશ પુરાણને આધા૨ે ખતાવે છે. હિરવંશ પુરાણુની સાલાના સરવાળા કરતાં ગુપ્ત સંવત વીરાત્૭૨૭ વર્ષે આવે છે, એટલે કે એની શરૂઆત ઈ. સ. ૭૮ વર્ષથી થાય છે. શ્રીયુત શાહના મત પ્રમાણે શક ૨૪૧ માં જે વની શરૂઆત થાય છે તે ગુપ્ત સ ંવત્સર નથી, પણ વલ્લભી સંવત્સર છે ( આ સંબંધમાં જુએ શ્રી હી. અ. શાહના ગુપ્ત સ ંવત્સર પરના લેખ ) આ રીતે સર્વ પ્રકારના વિરોધ શમી જાય છે. એમાં ચાદમી શતાબ્દિના લેખકાના સંવત ૧૮૫ ૫ણ જીવતા રહે છે, માત્ર તેને ગુપ્ત સંવત ગણવાના છે. એમાં શ્રી સિદ્ધર્ષિની પ્રશસ્તિના પણ સમન્વય થાય છે અને કુવલયમાળાની પ્રશસ્તિને સ્થાન ખરાખર મળે છે. હવે આપણે દશમી શતાબ્દિમાં જનતાની સ્થિતિ વિગેરેની હકીકત બહારના ઇતિહાસથી અને ગ્રંથની અંદરના પુરાવાથી વિચારી જઇએ.
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org