________________
૩૮૪
શ્રી હરિભદ્રસુરિ અને સિદ્ધર્ષિક આ વિભાગ લખવામાં અનેક સાધનને ઉપગ કર્યો છે અને એમાં શ્રી જિનવિજયના હરિભદ્રસૂરિ સંબંધી જન સાહિત્યસંશોધકના લેખને ખાસ ઉપયોગ કરવામાં આવ્યું છે તે આ સ્થળે જણાવવા ગ્ય છે.
શ્રી સિદ્ધાર્ષનો સમય શ્રી સિદ્ધર્ષિનો સમય નિર્ણય કરવા માટે ઉપયોગી પ્રસ્તુત સાહિત્ય આપણે જોયું. હવે જરૂરી બાબતની સ્પષ્ટતા કરવા પ્રયત્ન કરીએ.
શ્રી સિદ્ધર્ષિનો સમય વિક્રમ સંવત ૯૬ર જેઠ માસની શુદિ ૫ તમણ પ્રશસ્તિમાં જણાવી છે તે ઉપરથી વિક્રમની દશમી શતાબ્દિ બરાબર મળતા આવે છે.
શ્રી હરિભદ્રસૂરિને સમય સંપ્રદાય પ્રમાણે વિક્રમ સંવત ૧૮૫ છે તે સ્વીકારવામાં અનેક વિધ આવે છે. તેઓશ્રીના પિતાના વાક્યપ્રયોગો અને ટાંચણો પરથી તેમને આઠમી વિક્રમની શતાબ્દિ પહેલાં તે મૂકી શકાય તેમ નથી જ.
દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ પિતાની કુવલયમાળામાં શ્રી હરિભદ્રસૂરિને પ્રમાણુ અને ન્યાય શીખવનાર કહે છે અને તેમનો સમય શક સંવત ૭૦૦ તેમના લખવા પ્રમાણે છે એટલે હરિભદ્રસૂરિને સમય ૭૦૦+૧૩=૮૩૫ વિક્રમ સંવત થાય એ સર્વ પરથી વિક્રમ નવમી શતાબ્દિની શરૂઆત અને આઠમી શતાબ્દિને અંતભાગ મુકરર થાય છે.
એટલા ઉપરથી શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ વચ્ચેનો આંતરે લગભગ સવાસો વર્ષનો થવા આવે છે. સો એક વર્ષ પહેલાં લલિતવિસ્તર વૃત્તિ લખાણું હોય અને તે જાણે પોતાને જ માટે હરિભદ્રસૂરિએ લખી હોય એમ શ્રી સિદ્ધર્ષિ ગણિ કહે છે તેમાં વધે લાગતો નથી.
હરિભદ્રસૂરિના સમયનિર્ણય પર શ્રીયુત હીરાલાલ અમૃતલાલ શાહે જૈન સાહિત્ય સંશોધક (૧. ૧. પૃ. ૩૮) પર સમાચનાને લેખ લખ્યો છે. તેમણે એક બહુ સુંદર સમન્વય કર્યો છે. તેઓ સંપ્રદાયથી ચાલી આવતી સંવત ૧૮૫ ની તારિખ શ્રી હરિભસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org