________________
હસિરિ સમયનિર્ણયઃ ].
૩૮૩ છતાં તે બન્ને વચ્ચે ચાર વર્ષનો અંતર પણ સંભવતા નથી. એટલા અંતરે “મારે માટે લલિતવિસ્તરા બનાવી એમ લખવામાં એક જાતની ધૃષ્ટતા લાગે ખરી.
હવે શ્રી હરિભદ્રસૂરિની સંપ્રદાય પ્રમાણે જણાતી તારિખ ટકે તેમ નથી તે વાત ઉપર સ્પષ્ટ થઈ ગઈ છે. ધર્મપાલ, ધર્મકીર્તિ અને કુમારિની તારિખથી હરિભદ્રસૂરિને સમય ઈસ્વીસનના સાતમા સૈકા પછી જાય છે. તે ઉપરાંત નંદીસૂત્રની ચૂણિને સમય શક સંવત ૨૯૮ એટલે વિક્રમ સંવત ૭૩૩ હોવાથી એથી પણ આગળ શ્રી હરિભદ્રસૂરિને સમય જાય છે.
દાક્ષિણ્યચિન્ડની કુવલયમાળા શક સંવત ૬૯૯ ના ચિત્ર વદિ ૧૪ ને રોજ બની. એટલે એનો સમય ૮૩૫ વિક્રમ સંવત થયો. એની પ્રશસ્તિમાં એ સમરાઈશ્ચકડાની પ્રશંસા કરે છે. એ લખે છે કે –
जो इच्छह भवविरहं भवविरहं को न बंधए सुयणो, समयसत्थसयगुरुणो समरमियंका कहा जस्स ॥
ભવવિરહ ' અથવા “વિરહ’ શબ્દ શ્રી હરિભદ્રસૂરિના સર્વ ગ્રંથની છેવટે આવે છે અને સમરાઈગ્ન કહા તો તેમની જ લખેલી છે એ સુપ્રસિદ્ધ હકીક્ત છે. આથી એક વાત નિણીત થાય છે કે શ્રી હરિભદ્રસૂરિના સમયે વિક્રમ સંવત ૮૩૫ થી આગળ તે ન જ જાય.
અગાઉ કુમારિલ અને ધર્મ કીર્તિના ટાંચણથી બતાવ્યું છે કે શ્રી હરિભદ્રસૂરિને સમય ઈસ્વીસનની આઠમી શતાબ્દિ પહેલાં તો ન જ થઈ શકે.
દાક્ષિણ્યચિન્હ ઉદ્યોતનસૂરિ અને હરિભદ્રસૂરિ ઘેડે વખત સાથે પણ રહ્યા હોય એટલે કે હરિભદ્રસૂરિને વૃદ્ધાવસ્થાને કાળ અને દાક્ષિણ્યચંદ્રને શરૂઆતને કાળ સાથે હોય તે તે વાતની સાથે શ્રી હરિભદ્રસૂરિને ગ્રંથસમૂહ વિચારતાં તેમને જીવનકાળ પણ લગભગ ૬૫ થી ૭૦ વર્ષનો ગણીએ તે સર્વ વાતને અરસ્પરસ મેળવતાં શ્રી હરિભદ્રસૂરિને સમય ઈ. સ. ૭૦૦ થી ૭૭૦ એટલે વિક્રમ સંવત ૭૫૬ થી ૮૨૬ આવે છે. આ સર્વ હકીકત ઉપલબ્ધ સાધનોથી અત્ર રજૂ કરી છે. બાકી તેમાં ફેરફાર કરવા માટે વિશિષ્ટ દલીટા કે સાપને મળે તે વાંધો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org