________________
૩૮૨
[ શ્રી હરિભદ્રસૂરિ અને સિષિ :
એણે પેાતાના પ્રવાસવર્ણનમાં ન્યાયના વિષય પર લખતાં જણાવ્યુ છે કે દિગ્નાગાચાર્ય પછી ન્યાયને ખૂબ પદ્ધવિત કરનાર ધ કીતિ થયા હતા. એટલે ઇત્સીંગના પ્રવાસસમયે મહામતિ ધર્મ કીર્તિની પ્રસિદ્ધિ સારી રીતે થયેલી હતી.
આ ધર્મ કીર્તિનું વર્ણન શ્રી હરિભદ્રસૂરિએ ઠામઠામ કરેલું હાવાથી અને ધર્મ કીર્તિના સમય ઇસ્વીસનની સાતમી શતાબ્દિના પૂર્વાધ હાવાથી તેની પહેલાં તે હરિભદ્રસૂરિના સમય થઇ શકે નહિ. ( e ) હવે કુમારિલ મીમાંસકે ધર્મ કીર્તિ ઉપર ચર્ચાઓ ખૂબ કરી છે તેથી શ્રી હરિભદ્રસૂરિના સમય ધર્મ પાળ, ધ કીર્તિ અને કુમારિલ પછી આવે. કુમારિલને સમય ઇસ્વીસનની આઠમી શતાબ્દિની શરૂઆતમાં આવે છે. આ સર્વ સાધના ધ્યાનમાં રાખીને હવે આપણે કાંઇક નિ ય પર આવી શકશું.
ઉપલબ્ધ સાધનાથી હરિભદ્ર સમયનિય
આપણી પાસે હવે શ્રી હરિભદ્રસૂરિના સમય નિર્ણય કરવા માટે કેટલાંક સાધના પ્રાપ્ત થયાં. તે પરથી આપણે કામચલાઉ નિ ય કરીએ. એ નિર્ણયને કામચલાઉ એટલા માટે કહેવાને છે કે આવી ખાખતમાં આપણે છેવટના નિર્ણય ન જ કરી શકીએ. જેમ જેમ સાધના વિશેષ પ્રાપ્ત થતાં જાય તેમ તેમ નિચમાં ઘટતા ફેરફાર કરવાની સરળતા રાખવી જોઇએ. પાતાનાં નિણ્ યને ફેરવવા જ નહિ અને વિરુદ્ધનાં કારણેાની ઉપેક્ષા કરવી એ પદ્ધતિ આ કાળમાં પાલવે નિહ. આપણને જે સાધના મળ્યાં છે તે પરથી નીચેની વાતે પ્રાપ્ત થાય છે.
શ્રી સિદ્ધર્ષિના પેાતાના શબ્દો બતાવે છે કે અન્ને સમકાલીન નહેાતા. જાન્યદિત અને અનાગત એ એ શબ્દો તે માટે પૂરતા ગણાય તેમ છે.
શ્રી સિદ્ધર્ષિના દીક્ષાગુરુ ગર્વ હતા એ પ્રશસ્તિથી જણાય છે. શ્રી સિદ્ધર્ષિના ગુરુ સૂરાચાર્ય હતા એ પણ પ્રશસ્તિથી જણાય છે. એના સંબંધમાં અનેક વિકલ્પે ઉપર વિચારાઈ ગયા છે, તેથી એક વાત સ્પષ્ટ જણાય છે કે શ્રી સિદ્ધર્ષિઅને હરિભદ્રસૂરિ રૂબરૂ મળ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org