________________
૩૮૦
[ શ્રી હરિભદ્રસુરિ અને સિહર્ષિ અનેકાંત જયપતાકા અને (૨) શાસ્ત્રવાર્તા સમુચ્ચય. આ બન્ને ગ્રંથમાં અન્ય દર્શનકારેનાં નામ તેમણે આપ્યાં છે તે દર્શનકારેને સમય વિચારવાથી કાંઈ રસ્તા નીકળી આવે તેમ છે.
() અનેકાંત જયપતાકાના ચોથા અધિકારમાં ભર્તુહરિ નામના વૈયાકરણનું નામ લખ્યું છે. મૂળ ગ્રંથમાં તે તેમણે રાતરિ એટલો જ શબ્દ આ વ્યાકરણવિદ માટે વાપર્યો છે, પણ તેની સ્વપજ્ઞ ટીકામાં ભર્તુહરિ નામ સ્પષ્ટપણે આપ્યું છે.
હવે આ ભર્તુહરિની વિશેષ હકીકત રજૂ કરવા પહેલાં એક અગત્યની હકીક્ત અહીં જણાવી દેવી પ્રાસ્તાવિક છે. ચીનાઈ મુસાફરો અભ્યાસ કરવા માટે હિંદુસ્થાનમાં આવ્યા તે પૈકી હુએનન્સીંગનો સમય ઈ. સ. ૬૨૯-૬૪૫ છે અને ઇસીંગને સમય સાતમી શતાબ્દિને ઉત્તરાર્ધ કાળ છે. એણે ચીન જઈ જ નિવેદન રજૂ કર્યું તેને સમય ઈ. સ. ૬૫ છે. (જુઓ મેકસમુલરકૃત India : What can it teach us? p. 210) એ બને ચીનાઈ મુસાફરો પૈકી ઈન્સીંગ ભહરિ માટે ખૂબ વિસ્તારથી વર્ણન કરીને જણાવે છે કે એણે ૭૦૦ શ્લેકપ્રમાણ વાક્યપ્રદીપ ગ્રંથ રચે હતા અને એના ગ્રંથકર્તાનું મૃત્યુ ઈ. સ. ૬૫૦ માં થયું હતું. આથી ભર્તુહરિ વૈયાકરણને સમય સંવત ૭૦૬ થયો ' ૬૫૦૫૬) એટલે તે પહેલાં તે શ્રી હરિભદ્રસૂરિને સમય ન હોઈ શકે.
(b) હવે એક બીજી વાત વિચારીએ. શ્રી હરિભદ્રસૂરિએ મીમાંસા દર્શનની આલોચના કરી છે. એમણે મહાન મીમાંસક કુમારિલના તંત્રવાતિક ગ્રંથના શબ્દ ટાંકી તે પર ચર્ચા કરી છે. એ કુમારિલ મીમાંસકે અનેક સ્થાને પર ભર્તુહરિના વાક્યપદીપ ગ્રંથ પર ટીકા–ચર્ચા કરી છે. આથી કુમારિલ મીમાંસકને સમય વૈયાકરણ ભર્તુહરિ પછી આવે.
શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પ્રમાણુના વિષય પરત્વે કુમારિલ મીમાંસકના શબ્દો ટાંકવામાં આવ્યા છે અને સ્વપજ્ઞ વ્યાખ્યામાં કુમારિલનું નામ પણ આપ્યું છે (શા. વા. સમુચ્ચય. દેવચંદ લાલભાઈ ગ્રંથમાળા પૃ. ૩૫૪). એથી ભર્તૃહરિ વૈયાકરણ અને કુમારિક મીમાંસક બન્નેને સત્તાસમય શ્રી હરિભદ્રસૂરિ પહેલાં થયા. પ્ર. પાઠક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org