________________
ચૌદમી સદીને નિર્ણય અસવીકાર્ય : ]
એટલે એ નંદીસૂત્રની ચણિ શક સંવત ૧૯૮ માં બની. ચર્ણિ પ્રાકૃતમાં જ હોય છે. શ્રી હરિભદ્રસૂરિએ એ ચૂર્ણિને પોતાની સદર ગ્રંથની સંસ્કૃત ટીકામાં વારંવાર ઉદ્ભૂત કરી છે અને ત્યારપછી તેના ઉપર સંસ્કૃત ટીકા કરી છે. તેમની ટકાની એ જ પદ્ધતિ છે. દશવૈકાલિની ટીકામાં પણ તેમણે એ રીતિનું અનુકરણ કર્યું છે. ચૂર્ણિના પાઠો હાલ પણ વિદ્યમાન છે અને તે અલગ ગ્રંથના આકારમાં મળે છે.
શકસંવત પ૯૮ એટલે વિક્રમ સંવત ૭૩૩ અને નંદીસૂત્રના ચર્ણિકાર જે વિક્રમ સંવત ૭૩૩ માં થયા હોય તે તેની પહેલાં તો શ્રી હરિભદ્રસૂરિના સમયે વિક્રમ સંવત ૨૪૫ કે ૫૮૫ માનવામાં આવે તે ચેઓ વિરોધ આવે છે તેથી કઈ રીતે તેમને જે સમય ચિદમી શતાબ્દિના જૈન લેખકે એ માન્ય છે તે કબૂલ થઈ શકે તેમ નથી.
શ્રી હરિભદ્રસૂરિના સમયપરત્વે આવા આવા અવાંતર તેમજ આંતર પુરાવાથી ચિદમી શતાબ્દિમાં કરેલી માન્યતા ટકી શકે તેમ નથી.
હરિભદ્ર સમયનિર્ણયનાં વિશેષ સાધન દમી શતાબ્દિના જૈન લેખકે એ શ્રી હરિભદ્રસૂરિના જે સમય નિર્ણય કર્યો છે તે સ્વીકારવામાં તે શ્રી સિદ્ધર્ષિન ગ્રંથમાં આપેલા તથા શ્રી હરિભદ્રસૂરિના પોતાના ગ્રંથના પ્રમાણથી ઘણો વિરોધ આવે છે. એ રીતે જોતાં સંવત ૧૮૫ કે ૫૪૫ એ કઈ રીતે સ્વીકારી શકાય તેમ નથી.
હવે કેટલાંક બીજાં સાધને પણ શ્રી હરિભદ્રસૂરિનાં કરેલાં ગ્રંથેથી પ્રાપ્ત થાય છે તે વિચારી જઈએ અને પછી પ્રાપ્ત સાધનામાંથી બની શકે તેટલે નજીકને નિર્ણય કરી નાખીએ.
શ્રી હરિભદ્રસૂરિએ પોતાના અનેકાંત જયપતાકા વિગેરે ગ્રંથમાં અનેક વિદ્વાનોનાં નામે આપ્યા છે તેમને સમય નિર્ણત છે તે પરથી આપણે કેટલોક નિર્ણય કરી શકીએ તેમ છીએ.
દર્શન ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિના બે મુખ્ય ગ્રંથ છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org