________________
[ શ્રી હરિભસૂરિ અને સિદ્ધ િ
આ કારણે વિશિષ્ટ જ્ઞાની શબ્દથી ઘુ ંચવણ થતી નથી એમ મારું ધારવું છે. આ સંબંધી કાઇ વધારે ખુલાસા કરશે તે તે ધ્યાન આપવા ચેાગ્ય થઇ પડશે. સર્વ પ્રસ્તુત હકીકતાના સમન્વય મને આ પ્રમાણે બેઠા છે અને કાઇ પણ પ્રકારના આગ્રહ વગર તે જનતા સમક્ષ રજૂ કર્યો છે.
૩૭૮
(૪) પ્રા. જેકેાખીએ મારી સાથેના પત્રવ્યવહારમાં જણાવ્યું છે કે ન્યાયની જે પરિભાષા શ્રી હરિભદ્રસૂરિએ વાપરી છે તે તેમને માટે જે સમય કહેવામાં આવે છે તેની પછી ઘણાં વર્ષે ઉપયોગમાં આવી છે. મતલબ એ પરિભાષા છઠ્ઠા સૈકાની નથી. એમની સાથેના પત્રવ્યવહારમાં મેહરિભદ્રસૂરિના છઠ્ઠો સૈકા સ્વીકારવાની વાત ચાલુ રાખી હતી. હવે જે દલીલની સૂચના ઉપરના પત્રવ્યવહારમાં કરવામાં આવી છે તેની તપાસ કરીએ.
શ્રી હરિભદ્રસૂરિ ષડ્ઝ નસમુચ્ચય ગ્રંથના ૧૧ મા શ્લાકમાં ઐાદ્ધન્યાયસ ંમત હેતુ( લિગ ) ના ત્રણ રૂપ આ પ્રમાણે આપે છે:—
रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतोरेवं त्रीणि विभाव्यताम् ॥
હેતુનાં આ ત્રણ સ્વરૂપ આદ્ધન્યાયમાં જાણીતાં છે, પણ એમાં જે પક્ષધર્મત્વ શબ્દના ઉપયાગ છે તે આદ્ધોના પુરાણા ન્યાય ગ્રંથામાં વપરાયેલ નથી. એ શબ્દના ઉપયાગ અર્વાચીન ન્યાય ગ્રંથામાં થયા છે એ કારણે છઠ્ઠી શતાબ્દિમાં શ્રી હરિભદ્રના સમય આવી શકે નહિ. આ હકીકત લાક્ષણિક શેાધક બુદ્ધિથી પ્રા. જેકેખીએ અહાર પાડી, ત્યારપછી તા એના સમર્થનમાં ઘણા આધારી મળ્યા, જે શેાધવાનું માન શ્રી જિનવિજયને ઘટે છે. આટલી શેાધથી તા માત્ર એટલું થાય છે કે હિરભદ્રના સમય છઠ્ઠી શતાબ્દિના ન હેાઇ શકે, તેમના સમયનિર્ણય કરવાના પ્રસંગે પર બીજી અનેક સાબિતી છે તે તુરતમાં જ વિચારવામાં આવશે.
( ૫ ) નંદીસૂત્ર ઉપર શ્રી હરિભદ્રસૂરિએ સંસ્કૃત ટીકા લખી છે. તે જ ગ્રંથ પર શ્રીજિનદાસ મહત્તરે કરેલી ચૂર્ણિમાં પ્રાંતે લખે છે કે:— शकराशः पञ्चसु वर्षशतेषु व्यतिक्रान्तेषु अष्टनवतिषु नन्द्यध्यनचूर्णिः समाप्ता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org