________________
૩૭ર
[ શ્રી હરિભસૂરિ અને સિદ્ધિવિઃ એ નિર્ણય સ્વીકારમાં અડચણે
ચાદમી શતાબ્દિએ જે સમયનિર્ણય શ્રી હરિભદ્રસૂરિના સમયપર બતાવ્યું છે તે અને તેઓશ્રી તથા શ્રી સિદ્ધર્ષિ સમકાલીન હતા તે સ્વીકારવામાં નીચેના વાંધાઓ આવે છે.
( ૧ ) આ ઉપમિતિભવપ્રપંચાની પ્રશસ્તિમાં સત્તા વિવાળો લેક તદ્દન અર્થવગરને થઈ જાય છે.
એ પર વિવેચન ઉપર પૃ. ૨૯૪-૩૦૨ સુધીમાં થયું છે તેનું અત્ર પુનરાવર્તન કરવાની જરૂર નથી. એ પદને સાર્થ કરવા અને છતાં હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધષિને સમકાલીન ઠરાવવાને પ્રબળ પ્રયત્ન છે. જોકેબીએ કર્યો તેની ચર્ચા આપણે ત્યાં કરી હતી. એવા જ પ્રયત્ન મુનિ ધનવિજયજીએ ચતુર્થસ્તુતિનિર્ણય-શંકરદ્વારમાં કર્યો છે તે અત્ર તપાસી લઈએ. એ વાંચતાં જ જણાય છે કે એમણે કરેલ અર્થ તાણીતૂસીને કરવામાં આવ્યો છે.
શ્રી ધનવિજયજી મનાત શબ્દના ચાર અર્થે કરે છે જે પ્રત્યેક લાગી શકે તેમ નથી. તેમનો પ્રયત્ન શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધર્ષિને સમકાલીન કરવાનો છે. એટલા ખાતર એ શબ્દને સીધો અર્થ “ભવિષ્યના” એમ ન કરતાં તેમને સદર શબ્દનો અર્થ તાણવા પડ્યો છે. તેમના ચાર અર્થે નીચે પ્રમાણે છે – ૧ “બદ્ધોમાંથી પાછા ન આવ્ય” એમ જાણીને.
(આ અર્થ ઈતિહાસની વિરુદ્ધ છે. ઈતિહાસ પ્રમાણે સિદ્ધર્ષિ પાછા આવ્યા છે અને આવ્યા પહેલાં તેને માટે ગ્રંથ બનાવે એ ન બનવાયોગ્ય વાત છે.) મને જૈન મતથી “અજ્ઞાન” જાણીને. (અનાગતને અર્થ અજ્ઞાત-અભણ થઈ શકે ખરે, પણ સિદ્ધર્ષિ તો જેન શાસ્ત્રના પારંગત હતા તે એમની કૃતિઓ અને જીવનવૃત્તથી જણાઈ આવે છે. એમને એ પ્રસંગે “અભણુ” કહેવા
એ અક્ષમ્ય ધૃષ્ટતા જ ગણાય. ૩ ભવિષ્યમાં હું વિપરીત દ્ધ ધર્મની મતિવાળો એટલે અના
ગત-અજ્ઞાન” થઈ જવાને છું એવું જાણીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org