________________
૩૭૦
[ શ્રી હરિભદ્રસૂરિ અને સિહર્ષિ :
સંગ્રહમાં લખી છે અને ધર્મ સાગર ઉપાધ્યાયે તપાગચ્છ જીવોવલીમાં મૂકી છે. વિચારામૃત ગ્રંથ વિક્રમની પ ંદરમી સદીમાં બન્યા છે, જ્યારે ધર્મ સાગર ઉપાધ્યાયના સમય સત્તરમી વિક્રમ શતાબ્દિ છે.
એ જ પ્રમાણે શ્રી મુનિસુ ંદરસૂરિએ પોતાની ગુર્વાવલીમાં શ્રી હરિભદ્રસૂરિને માનદેવસૂરિના મિત્ર તરીકે વર્ણવ્યા છે.
આ સર્વ ઉલ્લેખાથી પ્રાચીન માન્યતા પ્રમાણે મેરુત્તુંગાચાર્ય થી માંડીને અત્યાર સુધી શ્રી હરિભદ્રસૂરિના સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દિના અંત મનાયેા છે. શ્રી આત્મારામજી મહારાજે પોતાના જૈન તત્ત્વાદ ગ્રંથમાં પણ એ જ માન્યતા સ્વીકારી છે અને નાના મેટા અનેક ચરિત્રા એ ધેારણ પર રચાયા છે.
આ માન્યતા સ્વીકારવામાં ઘણી વાતને વાંધા આવે છે તે રજૂ કરવા પહેલાં શ્રી હરિભદ્રસૂરિની કેટલીક મહત્ત્વની ખામત જોઇ લઇએ.
શ્રી હરિભદ્રસૂરિ સંબધી હકીકતા—
શ્રી હરિભદ્રસૂરિ શ્વેતાંબર આચાર્ય હતા તે હકીકત તેમના પાતાના શબ્દોથી જણાય છે. આવશ્યક ટીકાને અંતે તે પાતે જ નીચે પ્રમાણે લેખ લખે છે કે:——
समाप्ता चेयं शिष्यहिता नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्यजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो याकिनीमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्य ।
આ વાકયથી તેઓશ્રી શ્વેતાંબર સંપ્રટ્ઠાયના હતા તે ઉપરાંત તેમના પરત્વેની શ્રીજી મહત્ત્વની ખાખતા પણ પ્રાપ્ત થાય છે.
વજ્રસ્વામીના શિષ્ય વજ્રસેન થયા, તેનાથી ચાર શાખા નીકળી : નાગે, નિવૃત્તિ, ચંદ્ર અને વિદ્યાધર. આ વિદ્યાધર શાખામાં શ્રી હરિભદ્રસૂરિ થયા છે એ ધ્યાનમાં રાખવા લાયક હકીકત છે.
શ્રી ઉપમિતિભવપ્રપંચા કથાના કર્તા શ્રી સિદ્ધર્ષિ નિવૃત્તિ શાખામાં થયા છે તે હકીકત ઉપમિતિની પ્રશસ્તિના ખીજા શ્લેાકથી તેમજ પ્રભાવકચરિત્રના સિદ્ધષિ પ્રઅધના લૈાક ૮૫ માં દિગ્અંધ ખતાવ્યા છે તે પરથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org