________________
૩૬૮
[ શ્રી હરિભસૂરિ અને સિદ્ધાષ : ગુરુએ કહ્યું-ત્યાં ન જા, તારું મન ફરી જશે. તેણે કહ્યું-યુગાંતે પણ એમ નહિ થાય. ત્યારે ગુરુએ કહ્યું–જે બદલાઈ જાય તે મેં આપેલ વેષ મને પાછો આપી જજે. તે વાત સ્વીકારીને તે ગ. અને અભ્યાસ કરવામાં તે પડ્યો, તે લોકના બહુ બહુ તર્ક જાળથી એનું મન ફરી ગયું. એટલે તેની દીક્ષા લઈને વેષ પાછો આપવા હરિભદ્ર પાસે આવ્યા, તેમણે તેને આવતાં જોઈને વિચાર્યું કે
આના બે વેષ થયા, એ મૂખ એમજ આયુષ ક્ષીણ કરી મિથ્યાદૃષ્ટિપણમાં મરણ પામશે તે ભવભ્રમણથી છૂટશે નહિ. પૂર્વે પણ વાદથી એ વારંવાર પરાજિત થયેલ છે. હવે વાદનું કામ નથી.” એમ વિચારી લલિતવિસ્તરા નામની ચિત્યવંદના વૃત્તિ પોતે તર્કયુક્ત રચી. તે આવ્યા એટલે પુસ્તકને પાદપીઠ આગળ મૂકી ગુરુ બહાર ગયા. તે પુસ્તક વાંચતાં જ સમ્યકત્વ તેના સમજવામાં આવ્યું. તેથી પ્રસન્ન થઈ, નિશ્ચળ મનવાળો થયે ને બે કેપ્રવરસૂરિ એવા શ્રી હરિભદ્રને નમસ્કાર કરું છું, જેમણે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચી. પછી મિથ્યાત્વથકી નિર્વેદ પામેલા સિદ્ધઋષિએ ૧૮ હજાર કપ્રમાણ ઉપમિતભવપ્રપંચો કથા રચી. શ્રીમાલમાં તેને સાક્ષાત્ સરસ્વતીએ શોધી. તે સિદ્ધ તથા હરિભદ્રસૂરિ સમય આવતાં અનશન ગ્રહણ કરી સ્વર્ગે ગયા.”
ઉપર પ્રમાણે હકીકત છે. તેમાંથી નીચેની બાબતે નીકળે છે. (a) પ્રબંધકારના મતે એ બને મહાપુરુષ સમકાલીન હતા (b) લલિતવિસ્તરા ગ્રંથ તર્કમય છે. (૦) એ ગ્રંથ ચૈત્યવંદન વૃત્તિ છે. (a) એ ગ્રંથ ખાસ સિદ્ધર્ષિના ઉપગ માટે હરિભદ્રસૂરિએ બનાવ્યા.
પ્રભાવકચરિત્ર અને ચતુર્વિશતિ પ્રબંધ વચ્ચેની હકીક્તની સરખામણું અહીં કરી લઈએ એટલે વાતની ચોખવટ થઈ જશે.
પ્રભાવચરિત્રકાર સિદ્ધને શુભંકર નામના અમાત્યને પુત્ર કહે છે, ચતુર્વિશતિ પ્રબંધકાર તેને રાજપુત્ર કહે છે. ચતુર્વિશતિમાં શેઠીઓ એને છોડાવે છે, એવી કઈ વાત પ્રભાવકમાં નથી. ચતુવિંશતિવાળા એને જુદું ઘર મંડાવવાનું કહે છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org