________________
ચતુર્વિથતિ પ્રબંધ ]
૩૬૭. (૩) ચતુર્વિશતિ પ્રબંધ
શ્રી રત્નશેખરસૂરિએ વિક્રમ સંવત્ ૧૪૦૫ માં દીલ્લી શહેરમાં ચતુર્વિશતિ પ્રબંધ ગ્રંથ રચે છે. એ ગ્રંથમાં ૨૪ પ્રબંધો આપવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે તીર્થકર અને આર્ય રક્ષિત જેવા કષિનાં જીવનવૃત્તોને “ચરિત્ર” કહેવામાં આવે છે અને તેમના પછીના કાળમાં થયેલા પુરુષોનાં જીવનવૃત્તોને “ પ્રબંધ” કહેવામાં આવે છે. તેમણે હરિભદ્રસૂરિને આઠમે પ્રબંધ લખ્યો છે તેનું ભાષાંતર વડોદરા સરકારે સને ૧૮૯૫ માં બહાર પાડયું છે. તેના પૃ. ૪૭-૪૮ નીચે પ્રમાણે છે. એ હરિભદ્ર પ્રબંધનો અંતિમ ભાગ છે.
આ સમયે શ્રીમાલપુરમાં કઈ ધનવાન જેન શેડીઓ હતા. ચાતુર્માસમાં પરિકર સમેત દેવમંદિરમાં જતાં તેણે સિદ્ધ નામના રાજપુત્રને ધૂતકારે તેણે સુવર્ણ માટે ખાડામાં નાખી મારતા હતા તે જે સુવર્ણ આપી મુક્ત કર્યો. તેને ઘેર આણું ખવરાવ્યું અને ધીમે ધીમે બંધ કર્યો, ને સર્વ અધ્યક્ષ બનાવ્યો. સિદ્ધને મા હતી, તેથી શેઠે કૃપા કરી ધન આપી જુદું ઘર મંડાવ્યું. સિદ્ધ રાત્રીએ શેઠની અઠિકા (પડે) લખત; તે લેખનના વ્યાપારથી સાસુ અને વહુને બહુ કંટાળો થવા લાગ્યા, કેમકે વધારે જાગવું પડતું. વહુએ સાસુને કહ્યું “મા! પુત્રને એમ કહો કે રાત્રીએ વહેલા આવ.' માએ કહ્યું “પુત્ર! રાત્રીએ વહેલા આવવું, જે કાલજ્ઞ છે તે સર્વજ્ઞ છે.' સિદ્ધ કહ્યું “માતા! જેણે મને સર્વસ્વદાન આપી–જીવિતદાન આપી ઉદ્ધર્યો છે તેની આજ્ઞા કેમ લેપાય?” તે સાંભળી માતા ચૂપ રહી. એક વાર સાસુ વહુએ વિચાર કર્યો કે-આ રાત્રે મોડો આવે છે માટે રાત્રીએ આપણે બારણાં ઉઘાડશું નહિ. બીજી રાત્રીએ તે આ ને કમાડ ખખડાવવા લાગે, તો કોઈએ ઉત્તર આપ્યો નહિ. તેણે કેપ કરીને કહ્યું કે “બારણું કેમ ઉઘાડતા નથી?” ત્યારે તેની માતાએ કહ્યું કે “જ્યાં અત્યારે બારણું ઉઘાડાં હોય ત્યાં જાઓ.” તે સાંભળી તેને બહુ ક્રોધ આવ્યો એટલે ચોટામાં ગયા. ત્યાં સૂરિમંત્ર જપતાં હરિભદ્રસૂરિને ઉઘાડે દ્વારે બેઠેલા જોઈ તેમની પાસે ગયો ને દેશના સાંભળી દીક્ષા લીધી. સર્વ વિદ્યા, સર્વ શાસ્ત્ર, દિવ્ય કવિત્વ આદિ હંસ પરમહંસની પેઠે ભા. વિશેષ તર્ક જાણવા માટે બૌદ્ધ પાસે જવા સારુ ગુરુની તેણે આજ્ઞા માગી કે મને બોદ્ધ પાસે મોકલો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org