________________
વિચારશ્રેણી અને અન્ય ઉલ્લેખઃ ]
૩૬૩ છે તેથી તે પ્રાચીન હોવી જોઈએ. એથી એ ભાવ નીકળે છે કે લગભગ તેમના સમય પહેલા ૧૦૦–૨૦૦ વર્ષમાં પણ એવી જ માન્યતા પ્રચલિત હોવી ઘટે કે શ્રી હરિભદ્રસૂરિ વિક્રમ સંવત ૫૮૫ માં કાળધર્મ પામ્યા.
સમયસુંદર ગણિની “ગાથાસહસ્ત્રી માં એ જ ગાથા આપવામાં આવી છે, પણ તેમાં પાણીને બદલે અપાતી એવો પાઠ આપે છે, તેથી એમ સમજાય છે કે ૫૮૫ને બદલે પ૩પને વિક્રમ સંવત પણ કઈ કઈ માન્યતામાં શ્રી હરિભદ્રસૂરિના અવસાનને અંગે પ્રચલિત હોય.
ત્યારપછીના બીજા ગ્રંથમાં એ ગાથા લેવામાં આવી છે અને હરિભદ્રસૂરિને અવસાન સમય વીર નિર્વાણથી ૧૦૫૫ વર્ષને ગણવામાં આવ્યું છે એટલે કે હરિભદ્રને અવસાન કાળ વિક્રમ સંવત ૫૮૫ અને વીર સંવત ૧૦૫૫ એ અભિપ્રાયે થાય. એ વાત તપાગચ્છ ગુર્નાવલીમાં આલેખવામાં આવી છે. એના કર્તા ધર્મસાગર ઉપાધ્યાય (૧૭ મી સદી) છે. તેની પહેલાં શ્રી મુનિસુંદર સૂરિએ સ્વરચિત ગુવોવલીમાં જણાવ્યું છે કે – अभूद् गुरुः श्रीहरिभद्रमित्र, श्रीमानदेवः पुनरेव सूरिः । यो मान्द्यतो विस्मृतरिमन्त्रं, लेमेऽम्बिकास्यात्तपसोजयन्ते ॥
(“પછી હરિભદ્રના મિત્ર ગુરુમહારાજ માનદેવ આચાર્ય થયા, જેમણે મતિમંદતાથી ભૂલાઈ ગયેલો સૂરિમંત્ર તપસ્યા કરીને ઉજ્જયંત (ગિરનાર) ઉપર અંબિકા દેવીના મુખથી પાછો મેળવ્યો.”)
આ સિવાય અનેક જૈન ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિનો સમય વિક્રમની છઠ્ઠી સદીની આખરને ગણવામાં આવ્યું છે અને તેમ કરીને જાણે તેઓ પૂર્વનો સમય પૂરો થતાં તુરતજ થયા હોય અને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશમણુના શિષ્ય હોય એ રીતે વાત ચાલી રહી છે. આ માન્યતા એતિહાસિક અનવેષણને બંધબેસતી છે કે નહિ તે આપણે આ વિચારણામાં તપાસશું અને તેમ કરતાં શ્રી સિદ્ધર્ષિને સમય વિચારાઈ જશે અને તેઓ બને સમકાલીન હઈ શકે ? તે પ્રશ્ન પર પણ બનતા પ્રકાશ નાંખવાનાં સાધને વિચારવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org