________________
જેકોબી અને પીટરસન : ]
૩૬૧ ઉપમિતિભવપ્રપંચા સ્થાના કર્તા છે, જે કથા તેઓએ ૯ર વર્ષમાં લખી છે. મારા ત્રીજા પુસ્તકના ૧૪૮ મા પૃષ્ઠમાં તેઓ જે કહે છે તે પરથી જણાય છે કે હરિભદ્રે તેના બેધ માટે લલિતવિસ્તરા ગ્રંથ લખ્યો. આ ઉપરથી જણાશે કે ૬૨ વર્ષ તે વીરસંવત છે અને તેટલા માટે આ ગ્રંથ વિરસંવત ૬૨ વિક્રમ સંવત ૨૯૨ અને સને પ૩૬ માં લખવામાં આવ્યો છે. ૧
આ પ્રમાણે નિર્ણય કરવામાં પ્રો. પીટરસન મોટી છક્કડ ખાઈ ગયા છે. અને ત્યારપછી તેની પરંપરાએ ઘણુએ ભૂલ ખાધી છે. હકીક્ત એવી બની છે કે તેમણે બાદબાકી કરવામાં સો વર્ષની ભૂલ કરી નાખી છે. વીર ભગવાન પછી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત શરૂ થયો તેથી ૬૨ માંથી ૪૭૦ બાદ કરીએ એટલે બાકી રહે ૪૨. તેને બદલે પ્રેફેસર સાહેબે ૧૯૨ કરી, તમને હરિભદ્રસૂરિની દંતકથાથી ચાલી આવતી ૫૮૫ ની સાલ લગભગ લાવી, બન્નેને સહસમયવાળા બનાવી દીધા છે. આ આખી દલીલ મૂળ ગણતરીની ભૂલને લીધે થયેલ હોવાથી આપણે તેની દરકાર ન કરીએ. આ ભૂલની પરંપરામાં ઘણી ઘુંચવણ થઈ છે, પણ તે હવે ખુલ્લી પડી ગઈ છે તેથી તેની વિશેષ ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. પ્રા. પીટરસને શ્રી હરિભદ્રસૂરિને અને શ્રી સિદ્ધર્ષિને એક સમયમાં થયેલ સમકાલીન માનવામાં ગંભીર ભૂલ ગણતરીને અંગે કરી નાખી છે. પછી તે ધર્મબંધકારને દીક્ષાગુરુ મનાવવા જાય છે અને એ રીત આખી હકીકત ભૂલપરંપરાને વધારે છે. પણ એમને એ મત એતિહાસિક પુરાવાથી ઊલટો થાય છે અને “અનાd પરિણ' વાળા લોક ખુલાસા વગર રહી જાય છે તથા પ્રથમ
1. Siddarshi (Siddha Rishi ), Author of Upamitibhava Prapancha which he wrote in “the year” 962. From the fact that he tells us, 3 App. p. 148, that Haribhadra wrote his Lalitsvistara for his edification, it would appear that this is the Vira date, & that the book was therefore written in 962 V=Samvata 592= A. D. 536 (Journal of the Bombay Branch of the Royal Asiatic Society XLIXA N. p. xxix).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org