________________
૩૬૦
[ શ્રી હરિભદ્રસૂરિ ને સિહર્ષિ : નિર્ણયને અંગે સવિશેષ હતી. શ્રી હરિભદ્રસૂરિ જૈન સાહિત્ય ઈતિહાસમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. એમણે ઘણાં પુસ્તકે રહ્યાં છે, એમણે ન્યાયના-તર્કના વિષયને લગભગ પિતાને બનાવ્યું છે. તેઓ પૂર્વસમય (પ્રાચીન) અને નૂતન સમય વચ્ચે સાંકળરૂપ હતા. જો કે તેઓનું રચેલું ઘણું સાહિત્ય નાશ પામેલ છે તેમ છતાં પણ જે પ્રાપ્ય છે તે પણ ઘણું વિશાળ, વિસ્તૃત અને દલીલથી ભરપૂર હોઈ, તેઓના સમયનિર્ણયમાં ખૂબ અગત્યને ભાગ બજાવે છે. આથી મેં પણ ઉપલબ્ધ સાહિત્યને ખૂબ વિચાર કર્યો છે અને અભ્યાસ કર્યો છે તેનું પરિણામ અત્ર રજૂ કરવાનું છે. ઉપલબ્ધ સાહિત્ય
શ્રી હરિભદ્રસૂરિના સમયનિર્ણયને અંગે ત્યારપછી અનેક લેખ બહાર પડ્યા છે. તે સર્વમાં શ્રી જિનવિજયજીને લેખ ખાસ ભાત પાડે એવો છે. શ્રી જૈનસાહિત્યસંશોધકના પ્રથમ પુસ્તક પૃ. ૨૧ થી ૬૨ સુધીમાં એ લેખ છપાઈ પ્રકટ થયે છે અને ઐતિહાસિક અન્વેષણે કેમ કરવા જોઈએ તેને તેમજ ખંત, ચીવટ અને ઉદ્યોગને એ આદર્શ નમૂનો છે. મને એ લેખ પરથી ઘણે પ્રકાશ પડ્યો છે. તેમણે એ લેખ લખવા પહેલાં મારો સદર પત્રવ્યવહાર વિચાર્યો હતે એમ તેમના સદર લેખ પરથી માલૂમ પડે છે (પૃ. ૨૨. પં. ૧૭ અને નોટ નં. ૭). આ સર્વ સાધનને પૂર્ણ ઉપયોગ કરવાની ખાસ જરૂર છે અને તેમ કરતાં શ્રી સિદ્ધર્ષિગણિના સમયને નિર્ણય કરવામાં ઘણી અગત્યની બાબતે મળી આવવી સંભવિત છે. તેથી આ બાબતને સવિશેષ પ્રસ્તુત ગણવામાં આવી છે. છે. જેકેબીએ જે નિર્ણયો ઉપમિતભવપ્રપંચાના મૂળ ગ્રંથની પ્રસ્તાવનામાં કર્યા હતા અથવા સૂચવ્યા હતા તે સર્વે તેમને “શ્રી સમરાઈશ્ચકહાની પ્રસ્તાવનામાં ફેરવવા પડ્યા છે, તે હકીકત અત્ર ખાસ નોંધ કરવા યોગ્ય છે. આ સંબંધી આગળ ઉલ્લેખ કરવામાં આવશે. પ્રો. પીટરસન
છે. પીટરસને પોતાની શોધખોળનું પરિણામ મુંબઈ રાયેલ એશીઆટીક સેસાયટી મારફત ચાર રિપોર્ટોમાં બહાર પાડયું છે. ચોથા રિપેર્ટના મૃ. ૧૨૯ માં તેઓ જણાવે છે કે “ સિદ્ધર્ષિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org