________________
VII
શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ
મારે પત્રવ્યવહાર–
સને ૧૯૦૫ના એપ્રિલ માસમાં મેં છે. હરમન જેકેબી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. ઉપમિતિભવપ્રપંચના પીઠબંધના ગુજરાતી ભાષાંતર સાથે મેં એક નાની ઉપઘાત લખી હતી તેની કાપી છે. જોકેબીને મોકલી. પછી શ્રી સિદ્ધર્ષિની તારિખને અંગે અને સાથે સાથે શ્રી હરિભદ્રસૂરિના સમય માટે લંબાણ પત્રવ્યવહાર તેમની સાથે થયા. તે શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ હેરલ્ડ પુસ્તક ૧૧ માં પૃ. ૨૩–૨૭૪ માં પ્રકટ થયો છે (ઐતિહાસિક અંક સર્ટે બર ૧૧૫). એમાં છાપેલાં પૃષ્ઠ ૫૪
કાયાં છે. એ પત્રવ્યવહારમાં લખેલી ઘણુંખરી હકીકત મેં પં. ગંભીરવિજયગણિ અને પં. આનંદસાગરજી (હાલ આચાર્ય ) પાસેથી મેળવીને લખી હતી. તે વખતે જે પરિણામે પ્રાપ્ત કર્યા તેમાં ત્યારપછી ઘણો સુધારાવધારે થયો છે. ઐતિહાસિક વિષયમાં બહુવિધ પ્રકાશ પાડનારાં નવાં લેખો અને પ્રાચીન સાધન ત્યારપછી પ્રાપ્ત થયાં છે. પ્રેરણું અને પ્રસંગ
સદર પત્રવ્યવહારમાં જે દલીલ કરી છે તે આજે અપૂર્ણ લાગે છે. કેટલાક નિર્ણયે ત્યારપછી મળેલ હકીકતને અંગે ફેરવવા પડે તેમ છે, છતાં એક અસર સદર પત્રવ્યવહારથી એ થઈ કે મને આ વિષયમાં વિશેષ સાધને મેળવવાની અને અભ્યાસ કરવાની તાલાવલી લાગી અને પત્રવ્યવહાર પ્રકટ થયા પછી જૈન વિદ્વાનોનું એ વિષયમાં શોધખોળ કરવા તરફ લક્ષ ખેંચાયું. એમાં અગત્ય શ્રી સિદ્ધર્ષિના સમયનિર્ણય કરતાં પણ શ્રી હરિભદ્રસૂરિના સમય
૨૭૪ મું પૂ૪ ૧૮ વાર કરવાથી એકંદર પૃષ્ઠ ૫૪ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org