________________
સિદ્ધર્ષિનું અપનયન ]
૩૫૩ છે અને એની ક્રમિક ઉત્ક્રાન્તિ જૈન પદ્ધતિએ બતાવવી એ સદર ગ્રંથને ઉદ્દેશ છે. કથાદ્વારા વિશિષ્ટ નીતિ અને ધર્મનું એકય બતાવવા જે સુપ્રયાસ એ ગ્રંથમાં થયો છે તે ખાસ વિચારવા ગ્ય છે પણ અત્ર તે પ્રસ્તુત નથી.
શ્રી હરિભદ્રસૂરિ પછી કુવલયમાળા આવી. તેના કર્તાએ ક્રોધ, માન, માયા, લેભ અને મેહને ખૂબ પરિચય કરાવ્યું. પાંચ પૈકી ત્રણ ભવે મનુષ્યના બતાવી તેમાં સદર મને વિકારને ખૂબ વિસ્તારથી સમજાવ્યા. કથાને કેટલેક ભાગ એક મુનિ પાસે કહેવરાવ્યું અને બાકીને ગ્રંથર્તાએ કહ્યો છે. સિદ્ધર્ષિનું અપનયન
આ બન્ને આદર્શ (Models) શ્રી સિદ્ધર્ષિસામે હતા. તેણે આખી હકીક્તને ખૂબ અપનાવી. એમણે પણ ક્રોધ, માન, માયા, લોભને મુખ્ય સ્થાન આપ્યું, પણ તેની સાથે પાંચ ઇન્દ્રિયની સ્થળ અને આંતર પ્રવૃત્તિ અને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મેથુન અને પરિગ્રહને પણ ખૂબ અપનાવ્યા, એમણે મહારાજાને સર્વથી વધારે અપનાવ્યો અને ચારિત્રધર્મને સર્વથી પ્રધાનપદે અપનાવ્ય; એણે પારવગરની અંતર લડાઈઓ ચીતરી; એણે કર્મના આખા ક્ષેત્રને જીવતું કરી બતાવ્યું અને એણે સુસ્થિત મહારાજાને સાતમે માળે બરાબર બેસાડી આપ્યા.
શ્રી સિદ્ધર્ષિ ગણિએ ખૂબી એ કરી કે મનુષ્યભૂમિના અથવા ક્ષેત્રના કોઈ પણ વ્યવહારઅંદર અને બહારના છેડ્યા નહિ. એણે આખા કર્મના ક્ષેત્રને ચચી નાખ્યું અને વાર્તાને રસભંગ ન થાય તે રીતે ધર્મના રહસ્યો જીવતાં ચાલતાં હાલતાં કરીને એણે મહાન ગ્રંથ બનાવી નાખ્યો.
કુવલયમાળાની કથા દમા તીર્થંકર શ્રી અનંતનાથજીના સમયથી શરૂ કરી શ્રી મહાવીર સ્વામીના તીર્થમાં પૂરી કરી, ત્યારે ઉપમિતિ કા ભિખારીના મુખમાં અનંત કાળ સુધીના સમય પર લઈ લીધી અને છતાં નવ કલાકમાં પૂરી કરી દીધી, પણ તેમ કરવામાં સારાયે વિશ્વનું અવલોકન કરી લીધું.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org