________________
VI
દાક્ષિણ્યચંદ્ર અને સિદ્ધષિ
દાક્ષિણ્યચંદ્ર-ઉદ્યોતનસૂરિએ કુવલયમાળા નામની કથા પ્રાકૃતમાં દશ હજાર ગાથાપ્રમાણ લખી છે. તેઓએ પ્રેરણા કરી તેથી શ્રી સિદ્ધષિએ આ ગ્રંથ બનાવ્યેા. એ હકીકતની અશકયતા ઉપર પૃ. ૩૩૫ માં શ્રી પ્રભાવક ચરિત્રનેા તે ભાગ વિચારતાં સહજ બતાવી છે. એ કુવલયમાળા કથા કેવી છે અને કયારે બની છે તેની હકીકત ખાસ પ્રસ્તુત છે. એ જાણ્યા પછીજ દાક્ષિણ્યચંદ્ર અને આ કથાના લેખકને સંબંધ હોઇ શકે કે કેમ ? તેને નિર્ણય કરી શકાય. કુવલયમાળાના વિષય—
કુવલયમાળા કથા પ્રાકૃતમાં છે, તે પરથી રત્નપ્રભસૂરિએ સંસ્કૃતમાં રચના કરી છે. સંસ્કૃત કૃતિને સમય તેરમી સદીની આખરના અને ચાદમીની શરૂઆતના છે. એ મૂળ ગ્રંથ શ્રી આત્માન ંદ જૈન સભા( ભાવનગર )એ સને ૧૯૧૬ માં છપાળ્યેા છે. એનુ ગુજરાતી ભાષાંતર શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સને ૧૯૧૩ માં છપાવ્યું છે. અસલ કુવલયમાળા પણ લભ્ય છે. એ ગ્રંથમાં નીચેની હકીકત આવે છે. ( એને ઉપમિતિ કથા સાથે કાંઇક સામ્ય છે તેથી વિચારી જવા ચેાગ્ય છે. )
Jain Education International
એ ગ્રંથમાં રુદ્રસેામ, શાંતિભટ, ગંગાદિત્ય, ધનદેવ અને વ્યાઘ્રદત્ત નામના પાંચ જીવાની કથા છે. તેમનાં નામેા ચંડસેટમ, માનભટ્ટ, માયાદિત્ય, લાભદેવ અને માહદત્ત છે. આ પાંચે જીવા ક્રોધ, માન, માયા, લેાભ અને મેહનાં અનુક્રમે કડવાં ફળ ચાખનારા છે. એ પાંચેની કથા કુવલયચંદ્ર કુમાર પાસે એક મુનિમહારાજ કહે છે. એ કુમાર સદર પાંચ જીવા પૈકી એક છે અને કથા કહેનાર મુનિ પણ તે પાંચ પૈકીના એક છે. આ પાંચે જીવાને ક્રોધાદિનાં ફળ કેવી રીતે મળે છે અને અંતે આરાધના
For Private & Personal Use Only
www.jainelibrary.org