________________
2૪૮
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ દ્રસૂરિને ઉપકાર શ્રી સિદ્ધર્ષિ પર થયો છે તેને અના વિવાળા શબ્દો સાથે વાંચીએ ત્યારે ઘાટ બેસે છે કે સીધો ઉપકાર કાંઈ થયે જણાતે નથી પણ પરંપરાએ જરૂર થયેલ છે. આ ચર્ચા અન્યત્ર થઈ ગઈ છે.
એક બીજી બાબત પણ અહીં વિચારવા યોગ્ય છે. શ્રી સિદ્ધર્ષિપ્રબન્ધ પ્રમાણે ઉપમિતિની રચના પ્રથમ થઈ છે, ત્યારપછી બદ્ધોને અભ્યાસ કરવા તે ગુરુમહારાજની રજા લઈને જાય છે. આ હકીક્ત અસંભવિત એટલા માટે છે કે અભ્યાસ કરીને પાછા આવ્યા પહેલાં જે ઉપમિતિ ગ્રંથ તેમણે બનાવ્યો હોય તે પ્રશસ્તિમાં વિલ લિનિર્ખર વાસનામવાળા શ્રી હરિભદ્રસૂરિને નમસ્કારના ત્રણે લેક અપ્રસ્તુત બની જાય છે. ઉપમિતિ બનાવ્યા પછી જે બૌદ્ધોને ત્યાં જવાનું બન્યું હોય તો લલિતવિસ્તરા ગ્રંથ ગુરુમહારાજ તેમના હાથમાં મૂકે એ વાતને ઉલ્લેખ પ્રશસ્તિમાં કદી આવી શકે નહિ. વળી હરિભદ્રસૂરિને ધર્મબોધકર સાથે સરખાવ્યા છે અને પ્રથમ પ્રસ્તાવમાં દિવેદિર શબ્દ વાપરી હરિભદ્રસૂરિને સમયની અપેક્ષાએ પિતાથી દૂર બતાવ્યા છે. એ સર્વ વાત અસંગત બને છે. આ સર્વ વિમર્શે વિચારતાં શ્રી હરિભદ્રસૂરિના ગ્રંથને ઉપકાર લેખક મહાત્મા પર જરૂર જણાય છે, પણ તે કેવી રીતે થયો હશે તે સંબંધીની વાર્તા શ્રી પ્રભાવચરિત્રકારે લખી છે તે બંધબેસતી જણાતી નથી. બાકી મનુષ્યનાં મન એવા ચિત્રવિચિત્ર હોય છે કે કેટલીક વાર નાની બાબત મોટી અસર કરી દે છે, તેથી તત્ત્વ કેવલીગમ્ય રાખી આપણે આગળ વધીએ. ઠેકાણે આવ્યા' લલિતવિસ્તરા ગ્રંથ વાંચતાં શ્રી સિદ્ધર્ષિ ઠેકાણે આવી ગયા. એને પૂર્વ સંસ્કાર જાગ્રત થઈ ગયા. એના મનમાંથી ઘુંચ નીકળી ગઈ. એને શ્રીવીરના સંદેશાનું સ્મરણ થયું અને મનમાં જે આંટી પડી હતી તે તૂટી ગઈ. વિચાર થયે કે ગુરુમહારાજને ધન્ય છે! એમણે મારે માટે વિચાર કરીને જ મને પાછો લાવવાની સૂચના કરી હશે! કદાચ એમને ભવિષ્યમ્ નિમિત્તજ્ઞાન થયું હશે! ગુરુમહારાજ આવશે એટલે એમને પગે પડીશ.
આવી વિચારશ્રેણી ચાલતી હતી ત્યાં ગુરુમહારાજ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org